Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

બિનસચિવાલય પરીક્ષા રદ્દ થતા રાજકોટમાં NSUI દ્વારા આતશબાજી : કેકેવી ચોકમાં મીઠાઈ વહેંચી ઉજવણી કરાઈ

સરકારે સત્ય સામે ઝુકવું પડ્યું અને લાખો ઉમેદવારોની જાગૃતતાની જીત ગણાવી

રાજકોટ : બિનસચિવાલયની ગેરરીતિઓ અને ગોટાળાઓથી ઘેરાયેલી પરીક્ષા અંતે સરકારએ રદ કરાતા NSUI દ્રારા ફટાકડા ફોડી,મીઠાઈ એકબીજાને ખવડાવવી જીતની ઉજવણી કરી હતી

 જે બિનસચિવાલયની પરીક્ષામા લાખો ઉમેદવારોના ભવિષ્યને ધ્યાનમા રાખી NSUI એ સી.સી.ટી.વી જાહેર કર્યા હતા તેમજ ગેરરીતિઓ પુરાવાઓ આપ્યા હતા,તેમજ સમ્રગ રાજ્યમા બિનસચિવાલયની પરીક્ષાની ગેરરીતિઓના વિરોધમાં કોગ્રેસ પક્ષએ તેમજ NSUI દ્રારા ઉમેદવારોના સમર્થનમાં વિરોધ પ્રદર્શનો તેમજ આશ્ચર્યજનક કાર્યક્રમો આપ્યા હતા,પરીણામના અંતે સરકારે સત્ય સામે ઝુકવું પડ્યું,જેથી લાખો ઉમેદવારો ની જાગૃતતાની જીત થઈ છે,

 રાજકોટ NSUI દ્રારા કેકેવી ચોક એ આતશબાજી કરી અને મીઠાઈની વહેચણી કરી ઉજવણી કરવામા આવી હતી

(8:47 pm IST)
  • રાજયના મહેસુલ કર્મચારી ની હડતાલ સમેટાઇઃ રાજય સરકારે તમામ માંગણીઓ સ્વીકારી લીધીઃ ટુંક સમયમાં કલાર્ક અને નાયબ મામલતદારોને પ્રમોશનઃ ખાલી જગ્યાઓ તુરત ભરાશેઃ રેવન્યુ તલાટીઓને પંચાયતમાં મોકલવા અંગે પણ ઝડપથી નિર્ણયઃ કાલથી તમામ કલેકટર મહેશુલી કચેરીઓ ધમધમતી થશેઃ રાહતનો શ્વાસ લેવા અધિકારી access_time 4:24 pm IST

  • પશ્ચિમ બંગાળના માલદા, દિના પૂર, મુર્શિદાબાદ ,હાવરા, 24 પરગણા સહિતના અશાંત વિસ્તારોમાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે access_time 6:23 pm IST

  • આપણે સાવરકરના સ્વપ્નનું નહીં,પરંતુ ભગતસિંહ અને આંબેડકરના સ્વપ્નનું ભારત બનાવવું જોઈએ : નાગરિકતા કાયદા પર જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમારે એનઆરસીના પરિણામથી સતર્ક રહેવા અપીલ કરતા કહ્યું કે આ હિન્દૂ-મુસ્લિમનો મામલો નથી પણ આ બંધારણથી જોડાયેલ મુદ્દો છે : સવિધાનને દુષિત થતા બચાવવાનો મામલો છે access_time 12:57 am IST