Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સત્યના ઉપાસકો માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા સંજીવની સમાન છે

ગીતા જ્ઞાનયજ્ઞના પ્રારંભ પૂર્વે સંદેશાનો શંખનાદ ફુંકતી ભવ્ય શોભાયાત્રાનું ઠેર-ઠેર પુષ્પવૃષ્ટીથી સ્વાગત : પરિસરમાં સતધારાનો મનોરથ ધામધુમ પૂર્વક ઉજવાયોઃ આજે સોમવારે સાંજે કેસરી ધરાનો મંગલ મનોરથ ઉજવાશેઃ કાલે મંગળવારે રાત્રે ૯ વાગ્યે રાસોત્સવઃ નગરજનોને આમંત્રણ

રાજકોટઃ તા.૧૬, દાસીજીવણ સત્સંગ મંડળ રાજકોટ અને પોરબંદરના સાંસદ રમેશ લવજીભાઇ ઘડુકના પરિવાર દ્વારા રાજકોટમાં રેસકોર્ષ મેદાન ખાતે તા.૧૫થી ૨૧ ડિસેમ્બરના સાત દિવસ સુધી ''શ્રીમદ ભગવત ગીતા ઉપદેશ જ્ઞાનયજ્ઞનું ભવ્યાતિ ભવ્ય આયોજન થયું છે. કડી-અમદાવાદના વિદવાન વૈષ્ણવાચાર્ય પૂ. દ્વારકેશલાલજી મહોદયશ્રી દરરોજ બપોરે ૩ થી સાંજના ૭ સુધી ભાગવદ ગીતાનું રસપાન કરાવી રહયા છે.

ગઇકાલ પ્રથમ દિવસે કથા પ્રારંભ પૂર્વે વિશાળ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર કરી હતી ઠેર-ઠેર લોકોએ પુષ્પવુષ્ટિ કરીને સ્વાગત કર્યું હતુ. બહેનો ભાઇઓની રંગબેરંગી પોષાકમાં રાસમંડળીઓ કેસરી ધજા ફરકાવતા બુલેટ મોટર સાયકલ સવાર યુવાનો ઘોડેશ્વરો, વિવિધ બગીઓ ફલોટસ સહિતથી શોભથી ભવ્ય શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. સાંજે શોભાયાત્રાનું કથાસ્થાને સમાપત થતાં પ્રથમ દિવસની કથા પૂર્વે આયોજનના મહાજન રમેશભાઇ ધડુક પરિવારના વિઠ્ઠલભાઇ ધડુક, નેમીષભાઇ ધડુક સમગ્ર ધડુક પરિવાર શ્રીજી ગૌશાળાના પ્રભુદાસભાઇ તન્ના, ભુપેન્દ્રભાઇ છાંટબાર, આયોજનના પ્રચાર ઇર્ન્ચાજ , રાજકોટ સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, અરવિંદભાઇ ગજજર, સુર્યકાન્તભાઇ વડગામા, અલ્પેશભાઇ ખંભાયતા, પોપટભાઇ ભાલાળા, વિનુભાઇ ડેલાવાળા વગેરેએ સામુહિક દિપ પ્રાગટ્ય કરીને પૂ. જેજેને માલ્યાર્પણ કરી હતી. રમેશભાઇ ધડુક પરિવારના બહેનોએ ગીતા પૂજન આહતી  કરી હતી.

 પ્રથમ દિવસની કથામાં ઉપસ્થિત રહેલા કડી-અમદાવાદના પૂ. જયદેવ લાલજી મહોદયશ્રી અને રાજકોટના રૂષિરજી મહોદયશ્રીએ શ્રોતાઓને પ્રેરક વચનામૃતનો લાભ આપ્યો હતો. બાવાશ્રીઓએ કહ્યું કે સત્ય અને સમજદારી માટે ગીતાજ્ઞાન અમૃત સમાન છે. ગીતા માનવીને યોગ્ય દિશા બતાવનારી છે.  વર્તમાન સમયમાં માનવીને ગીતાના માર્ગ ઉપર ચાલવુ અતિ જરૂરી છે. માનવી ગીતાનું મહાત્મય સમજશે તો જ કૃષ્ણ ભકિતનો ઉદય થશે.

આચાર્ય પીઠેશ્રી પૂ. દ્વારકેશલાલજી મહોદયશ્રીએ કહ્યુ કે રાજકોટમાં ભગવત ગીતા જ્ઞાનયજ્ઞનું આયોજન પ્રથમ વખત જ થાય છે. આ આયોજનના મુખ્ય રમેશભાઇ ધડુકની ઇચ્છા હતી કે ભગવદ ગીતા પ્રત્યે વૈષ્ણવ સુષ્ટિમાં જાગૃતિ નથી, ભગવદ્ ગીતા હિન્દુધર્મનો પ્રધાન ગ્રંથ છે., ગીતાજીનું મહાત્મય સમજાશે તો જ કૃષ્ણ ભકિતનો ઉદય થશે, આવા શુભ વિચારથી રાજકોટમાં ગીતા જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે.

ભગવદ ગીતાનું સાંપ્રત સમયમાં જ્ઞાન અને અનુસરણ જરૂરી હોવાનું જણાવતા પૂ. દ્વારકેશલાલજીએ કહ્યું કે ગીતા વિશ્વાસનો ગ્રંથ છે, તેના ઉપર હાથ રાખીને કોઇ ખોટું નહિ બોલે ભગવદ ગીતા વિશે વર્તમાન  હિન્દુ સમાજ ઓછુ જાણે છે એટલે હું શંખનાદ કરીને જગાડવા આવ્યો છું ગીતા પ્રમાણીક અને અદભુતગ્રંથ છે, આ કોઇ સંપ્રદાયનો નહિ માનવ માત્રનો ગંથ્ર છે. ભગવદ ગીતા અધ્યાત્મ દિવો છે. માનવીના અજ્ઞાનના અંધકારને નિવૃત કરે છે, બધાં ધર્મગ્રંથોથી દુર ગયો ત્યારથી અંધશ્રધ્ધા આવી છે. આજકાલ માનવીમાં બુધ્ધી વધી ગઇ છે. દરેક બુધ્ધી બુધ્ધી નથી હોતી. વિપરીત સંજોગોમાં ભગવાનની કૃપા દેખાતી હોય તેને બુધ્ધી કહેવાય, કેટલીક કહેવાતી બુધ્ધી પાપ કરાવે છે. ભગવાનથી દુર રાખે છે.

પ્રથમ દિવસની કથાના વિરામ તરફ જતાં પૂ. દ્વારકેશબાવાશ્રીએ કહ્રયું કે ભગવતગીતા માનવતાથી વૈષ્ણવતા સુધીની યાત્રા  છે. અર્જુન કરતા આજે આપણે બધાને ગીતાજ્ઞાનની વધુ જરૂર છે. દિલમાં કૃષ્ણ, દિમાગમાં ગાંધી અને હાથમાં ગીતા હશે તો જરુર ભારત વિશ્વગુરૂ બનશે, આજે દરેકના ઘરમાં ભગવદ ગીતા હોવી જરૂરી છે.

સંગીતમય ગીતા જ્ઞાનયજ્ઞમાં કિર્તનકાર કૃષ્ણદાસ નાયક અને રશેષ શાહ મધુર કંઠે કિર્તન ગાયને શ્રોતાઓને ડોલાવે છે. ઓમ પ્રકાશ મુખ્યાજી સિતાર, ગોપન ભટ્ટ વાંસળી અને જય વોરા તબલાના તાલે કથામંડપમાં ગીત-સંગીતની ધુમ મચાવે છે.

વ્રજ દર્શન પ્રદર્શન

રાજકોટઃ રેસકોર્ષ મેદાનમાં તા.૧૫ થી ૨૧ ડિસેમ્બરના  સાત દિવસ દરમિયાન યોજાયેલ ભગવદ ગીતા જ્ઞાનયજ્ઞમાં કથામંડળની બાજુમાં રંગબેરંગી શણગાર અને રાત્રે મેઘધનુષી  પ્રકાશમાં શોભતા વિશાળમાં ડોમમાં વ્રજદર્શન-પ્રદર્શન વિવિધ રાજયોમાં કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

ભગવાનશ્રી કૃષ્ણની ચરણરજ આજે પણ જયાં વિઘમાન કે એવી પવિત્ર અને પુણયશાળી ભૂમિ વ્રજની આબેહુબ ઝાંખી કરાવતાં અતિ દર્શનીય પ્રદશનમાં જતીપુરા ગીરીરાજની પરિક્રમાનો માર્ગ યમુનાજીના લાઇવ દર્શન બરસાના રાધા મંદિર, બાંહેબિહારી મંદિર મથુરા, શ્રી કૃષ્ણની મંદિર મથુરા, શ્રી કૃષ્ણની જન્મભૂમિ ગોકુલમાં નંદરાયજીનો મહેલ, શ્રી કૃષ્ણની બાળલીલા અને ગૌચરલીલાઓના દ્રશ્યો જોઇને ભાવિકો આનંદીત થશે.

આ જ્ઞાનવર્ધક પ્રદર્શન નિહાળવાનો સમય સવારે ૧૦થી રાત્રીના ૧૦ સુધીનો રહેશે. પ્રેક્ષકો કતારબધ્ધ સંપૂર્ણ પ્રદર્શન મન ભરીને દર્શન કરી શકશે.

ભગવદ્ ગીતા કોઇ સંપ્રદાયનો નહિ, માનવ માત્રનો ધર્મ ગ્રંથ છે

* રાગદ્વેષ ઓછા કરવા એ સાચી ગીતા ભકિત છે, ફળદાયી સાધના છે.

* ભગવદ ગીતા અધ્યાત્મ દિવો છે, માનવીના અજ્ઞાનના અંધકારને નિવૃત કરે છે.

* પ્રશ્નાર્થનું નહિ, પૂર્ણ વિરામનું નામ ગીતા છે. સંશયથી સમાધાન સુધીની યાત્રા છે.

* દિલમાં કૃષ્ણ દિમાગમાં ગાંધી અને હાથમાં ગીતા હશે તો ભારત વિશ્વયગુરૂ બનશે

* ગીતા વિશ્વાસનો ગંથ્ર છે, વિશ્વાસ ભકિતમાર્ગની સીડીનું પ્રથમ પગથીયું છે.

* બધાં ધર્મગ્રંથોના પાયામાં ગીતાગ્રંથ છે.

*માનવી ધર્મગ્રંથોથી દુર ગયો ત્યારથી અંધશ્રધ્ધા આવી છે.

* આજે આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું નથી માનતા

* ગીતાજીનું મહાત્મય સમજાશે તો જ કૃષ્ણ ભકિતનો ઉદય થશે.

કથા દોહન

ભરતભાઇ પટેલ(રાજકોટ)

(4:11 pm IST)
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકસભાની સીટ 543થી વધારીને 1000 કરવા અને રાજ્યસભાની બેઠકોમાં પણ વધારો કરવા હિમાયત કરી : પ્રણવદાએ કહ્યું કે દેશમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે મતદાતાઓની સંખ્યા નિર્ધારિત કરતા ઘણી વધારે છે : પ્રણવ મુખરજીએ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અટલ બિહારી વાજપેય સ્મૃતિ વ્યાખ્યાનમાં સતાધારી પાર્ટીને બહુસંખ્યકવાદ વિરુદ્ધ સતર્ક કર્યા હતા : તેઓએ કહ્યું કે લોકોએ બહુમતી આપી હશે પરંતુ મોટાભાગના મતદારોએ કોઈ એક પાર્ટીને ક્યારેય સમર્થન કર્યું નથી access_time 1:04 am IST

  • બે દિવસમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની તમામ ૧૦૦ હોસ્ટેલ ખાલી કરાવવામાં આવશેઃ ૫ હજાર બહેનો સહિત ૧૮ હજાર વિદ્યાર્થી ભાઈ - બહેનો રહે છે : અલીગઢ થઈને જતી તમામ ટ્રેનોને સ્ટોપેજ અપાશે : વધુ બસોનો ઈંતેજામ પણ કરાશે access_time 12:56 pm IST

  • આપણે સાવરકરના સ્વપ્નનું નહીં,પરંતુ ભગતસિંહ અને આંબેડકરના સ્વપ્નનું ભારત બનાવવું જોઈએ : નાગરિકતા કાયદા પર જેએનયુ છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયાકુમારે એનઆરસીના પરિણામથી સતર્ક રહેવા અપીલ કરતા કહ્યું કે આ હિન્દૂ-મુસ્લિમનો મામલો નથી પણ આ બંધારણથી જોડાયેલ મુદ્દો છે : સવિધાનને દુષિત થતા બચાવવાનો મામલો છે access_time 12:57 am IST