Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ઇન્ટર સેકશન રેલ્વે ક્રિકેટમાં આરપીએફ ચેમ્પીયન

રાજકોટઃ પશ્ચિમ રેલ્વેના રાજકોટ ડીવીઝનમાં દર વર્ષે રમાતી ઇન્ટર સેકશન ક્રિકેટ ટુર્નામેન્ટ 'ડીઆરએમ ટ્રોફી ર૦૧૯-ર૦' નું આયોજન આ વખતે પણ તા.૧૧ થી ૧પ, ૩ દિવસ દરમિયાન રાજકોટના કોઠી કંમ્પાઉન્ડ સ્થિત રેલ્વે સ્ટેડીયમ ઉપર કરવામાં આવ્યું હતું. જેમાં રેલ્વે સુરક્ષાબળ (આરપીએફ)ની ટીમ ચેમ્પીયન થઇ હતી. આ ટુર્નામેન્ટમાં કોમર્શીયલ, મીકેનીકલ, એન્જીનીયરીંગ, ઓપરેટીંગ, સીંગ્નલ, એસ્ટાબ્લીસ્ટમેન્ટ, આરપીએફ અને ઇલેકટ્રીકલ વિભાગની કુલ ૮ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં ૧પ મેચો રમાયા હતા. ફાઇનલ મેચ આરપીએફ અને એન્જીનીયરીંગ વિભાગની ટીમો વચ્ચે રમાયો હતો જેમાં પહેલા બેટીંગ કરતા આરપીએફની ટીમે ૧પ ઓવરમાં ૪ વિકેટના નુકશાન ઉપર ૧૩૦ રન બનાવ્યા હતા.જેના જવાબમાં એન્જીનીયરીંગની ટીમ ૮ વિકેટ ગુમાવી ૧૦૮ રન જ બનાવી શકી હતી. ટુર્નામેન્ટમાં હરેશ માવલાને ફાઇનલ મેચના મેન ઓફ ધી મેચ સાથે મેન ઓફ ધી સીરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. બેસ્ટ બેસ્ટમેન મેરૂ મકવાણા અને બેસ્ટ બોલર દીપક મરીચ જાહેર થયા હતા. વિજેતા ટીમને અને રનર્સ અપ ટીમને ડીઆરએમ પરમેશ્વર ફુંકવાલ દ્વારા ઇનામો આપવામાં આવ્યા હતા. ઇનામ વિતરણ સમારંભમાં ડીસીએમ રવિન્દ્ર જૈન રાજકોટ રેલ્વે સંઘના સેક્રેટરી શ્રી અભિનવ જૈફ સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. ટુર્નામેન્ટને સફળ બનાવવામાં પુર્વ રણજી ટ્રોફી ખેલાડી સેન્ડીલ નટકન, હર્ષદ જોષી, ફિરોઝ બાંભણીયા, પ્રતિક મહેતા અને સંદીપ (જોલી) જોબનપુત્રાએ જહેમત ઉઠાવી હતી.

(4:10 pm IST)
  • પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકસભાની સીટ 543થી વધારીને 1000 કરવા અને રાજ્યસભાની બેઠકોમાં પણ વધારો કરવા હિમાયત કરી : પ્રણવદાએ કહ્યું કે દેશમાં ચૂંટાયેલ પ્રતિનિધિઓ માટે મતદાતાઓની સંખ્યા નિર્ધારિત કરતા ઘણી વધારે છે : પ્રણવ મુખરજીએ ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અટલ બિહારી વાજપેય સ્મૃતિ વ્યાખ્યાનમાં સતાધારી પાર્ટીને બહુસંખ્યકવાદ વિરુદ્ધ સતર્ક કર્યા હતા : તેઓએ કહ્યું કે લોકોએ બહુમતી આપી હશે પરંતુ મોટાભાગના મતદારોએ કોઈ એક પાર્ટીને ક્યારેય સમર્થન કર્યું નથી access_time 1:04 am IST

  • રાજયના મહેસુલ કર્મચારી ની હડતાલ સમેટાઇઃ રાજય સરકારે તમામ માંગણીઓ સ્વીકારી લીધીઃ ટુંક સમયમાં કલાર્ક અને નાયબ મામલતદારોને પ્રમોશનઃ ખાલી જગ્યાઓ તુરત ભરાશેઃ રેવન્યુ તલાટીઓને પંચાયતમાં મોકલવા અંગે પણ ઝડપથી નિર્ણયઃ કાલથી તમામ કલેકટર મહેશુલી કચેરીઓ ધમધમતી થશેઃ રાહતનો શ્વાસ લેવા અધિકારી access_time 4:24 pm IST

  • ગુજરાતમાં સૌથી વધુ હિંદુ લોકોએ ધર્મ પરિવર્તનકરવા માટે અરજી કરી: રાજ્ય સરકારનો ખુલાસો : કુલ 1758 નાગરિકોએ ધર્મ પરિવર્તન કરવા માટે રાજ્ય સરકાર પાસેથી મંજૂરી માંગી access_time 12:29 am IST