Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

'તમે અમારો ભંગાર લઇ ગયા છો' કહી મુના વાઘેલાને ત્રણ શખ્સોએ મારમાર્યો

બાલાજી હોલ પાછળ ઝુપડા પાસે બનાવઃ કિશન, રમેશ અને સોહીલ સામે ગુનો

રાજકોટ તા. ૧૬: દોઢસો ફૂટ રોડ પર બાલાજી હોલની પાછળ ઝુંપડા પાસે રહેતા દેવીપૂજક યુવાને 'તમે અમારો ભંગાર લઇ ગયા છો' કહેતા ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ બાલાજી હોલની પાછળ ઝુપડામાં રહેતો મુનો એભાભાઇ વાઘેલા (ઉ.વ. રપ) ગઇકાલે પોતાના ઝુંપડા પાસે હતો ત્યારે મામાનો દિકરો કિશન સુરેશભાઇ મામા રમેશ સગરામભાઇ અને પાળ ગામનો સોહીલ સામાભાઇ એ આવી કહ્યું કે, 'આ ભંગારનો લોખંડનો કટકો અમારો છે' તેમ કહી ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો આ બનાવ અંગે તાલુકા પોલીસે ત્રણેય વિરૂધ્ધ ગુનો દાખલ કરી હેડ કોન્સ. હીતેષભાઇ જોગડાએ તપાસ હાથ ધરી છે.

(3:51 pm IST)