Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

અપહૃત ૧૭ વર્ષની દીકરીને તાકીદે શોધી કાઢવા પોલીસ કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૧૬ :.. મોરબી રોડ જય જવાન જય કિશાન સોસાયટીની અપહૃત ૧૭ વર્ષની દીકરીને તાકીદે શોધી આરોપી સામે કાર્યવાહી કરવા માટે સગીરાના પિતાએ પોલીસ કમીશનરને રજૂઆત કરી છે.

મોરબી રોડ પર જય જવાન જય કિશાન સોસાયટીમાં રહેતા કાનજીભાઇ ભુદરભાઇ દેત્રોજાએ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યુ છે કે, પોતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. ૩૧-૧૦ ના રોજ અમારા ઘરમાં મોડી રાત્રે ૧૭ વર્ષની દીકરી જોવા ન મળતા તેની તપાસ કરત સોસાયટીમાં જ રહેતો સાગર પરસોતમભાઇ ગોધાણી દીકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હોવાનું જાણવા મળત સાગર વિરૂધ્ધ  બી. ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.

આ મામલે પોતે અવારનવાર પોલીસ સ્ટેશને દીકરીની તપાસ  અંગે પુછવા જતા કોઇ સંતોષકારક જવાબ મળતો નથી. આથી. તાકીદે દીકરીને શોધી કાઢી આરોપી સાગર ગોધાણી સામે કાર્યવાહી કરવા જણાવાયું છે.

(3:47 pm IST)