Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ર૬ જાન્યુ.ઉજવણીઃ રાજકોટ શહેર-જીલ્લામાં ૪૦૦ થી વધૂ કાર્યક્રમોઃ ૬૦૦ કરોડના ખાતમુર્હુત અને લોકાપર્ણો...

જીલ્લા પંચાયત-DDO દ્વારા બંધારણ યાત્રાઃ ૭૧ સાયકલ સ્વારો જીલ્લાનો ૩૭૦ કિ.મી.નો પ્રવાસ કરશે : રપ જાન્યુઆરીએ ખીરસરા GIDCમાં પ૦૦ પ્લોટનો ડ્રો અને ખાતમુર્હુત...

રાજકોટ તા. ૧૬ : રાજકોટમાં થનાર ર૬ જાન્યુઆરી રાજયકક્ષાની ઉજવણી સદર્ભે કલેકટર તંત્ર ઉંધા માથે આવી ગયું છે, દરરોજ કોઇને કોઇ કાર્યક્રમ ઉમેરાતા જાય છે.

કલેકટર તંત્રના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ શહેર-જીલ્લામાં ૪૦૦ થી વધૂ કાર્યક્રમોની હારમાળા થશે, જેમાં ૮૦ ટકા લોકાપર્ણ-ખાતમુહૂર્તો છે, એક-એક દિવસે ૪ થી પ કાર્યક્રમો છે, ૧પ કે ૧૭ જાન્યુ.થી બધૂ શરૂ થઇ જશે.

સુત્રોએ ઉમેર્યુ હતું. કે અંદાજે ૬૦૦ કરોડના લોકાપર્ણો અને ખાતમુહુર્તો થશે.

આ ઉપરાંત કલેકટરના એક કાર્યક્રમ બંધારણયાત્રાનુંસૂપરવિઝન અને ડીડીઓ કરી રહ્યા છે. જેમાં ર૦ જાન્યુ.થી ૭૧માં પ્રજાસતાક દિન સંદર્ભે ૭૧ સાયકલ સ્વારો રાજકોટ જીલ્લાના તમામ તાલૂકામાં ફરશે, કુલ ૩૭૦ કિ.મી.ની આ યાત્રામાં જયાં નાઇટ હોલ્ટ હશે ત્યાં નાનો કાર્યક્રમ કરી ભારતના બંધારણ અંગે માર્ગદર્શન, કઇ રીતે અસ્તિત્વમાં આવ્યું વિગેરે જણાવાશે.

મોદી સરકારે ૩૭૦ મી કલમ નાબૂદ કરી એટલે ૩૭૦ કિમી.ની સાયકલ યાત્રા રખાયાનું સાધનોએ જણાવી ઉમેર્યું હતું. કે,

દરમિયાન ખીરસરા GIDC ના પ૦૦ પ્લોટનો કાર્યક્રમ પણ ર૬ જાન્યુ.ને અનુલક્ષીને ગોઠવાયોછે, જો તા.રપ જાન્યુઆરીએ યોજાશે અને મૂખ્યમંત્રી દ્વારા ડ્રો અને ખાતમુહૂર્ત થશે.

(3:44 pm IST)