Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ઉદ્યોગનગર અને મોચીનગરમાં થી અશોક અને નિખીલ દારૂની પ બોટલ સાથે પકડાયા

રાજકોટ તા. ૧૬ : શહેરના ઉદ્યોગનગર મેઇન રોડ પરથી એ ડીવીઝન પોલીસે કડીયા શખ્સને અને મોચીનગરમાંથી ગાંધીનગર પોલીસે વિપ્ર શખ્સને દારૂની પાંચ બોટલ સાથે પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર મનોજ અગ્રવાલ તથા ડીસીપી રવી મોહન સૈનીની સુચનાથી એ ડીવીઝન પોલસ મથકના પીઆઇ એન.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.સાખરા, એએસઆઇ ભરતસિંહ, ધર્મેશભાઇ ખેર, હેડ કોન્સ હારૂનભાઇ, ઇન્દ્રજીતસિંહ મેરૂભા તતા નરેશભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ઉદ્યોનગર મેઇન રોડ પર દરોડો પાડી દારૂની ત્રણ બોટલ સાથે અશોક પ્રવિણભાઇ પોરીયા, (ઉ.૪ર) (રહે. ઉદ્યોગનગર કોલોની કવાર્ટર નં.પ૦ ગોંડલ રોડ) ને પકડી લીધો હતો.

જયારે બીજા દરોડામાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.બી. જેબલીયા, હેડ કોન્સ પ્રશાંતભાઇ રાઠોડ, અને દિવ્યરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પ્રશાંતભાઇ રાઠોડ અને દિવ્યરાજસિંહને મળેલી બાતમીના આધારે શીતલપાર્ક મેઇન રોડ મોચીનગર કોમ્યુનીટી હોલ પાસેથી નિખીલ ઉર્ફે લખન રસીકભાઇ રાવલ (ઉ.રપ) (રહે. ભારતીનગર શેરી નં.૪ ગાંધીગ્રામ) ને દારૂની બે બોટલ સાથે પકડી લીધો હતો.

(3:41 pm IST)