Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

તું કેમ કાતર મારે છે તેમ જયદિપે કહેતા શબલો ઉર્ફે ગામડીયાએ છરી ઝીંકી દીધી

લાપાસરીનો રજપુત યુવાન કોઠારીયા રોડ પર દવા લેવા આવ્યો ત્યારે બનાવ

રાજકોટ તા ૧૬  :  કોઠારિયા રોડ પર હોસ્પિટલ પાસે દવા લેવા આવેલા રજપુત યુવાનને 'તું કેમ કાતર મારે છે?' કહેતા મુસ્લીમ શખ્સે છરી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ લાપાસરી ગામમાં રહેતો જયદીપ ધીરૂભાઇ ભાટી (ઉ.વ.૨૩)એ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગઇકાલે પોતે કોઠારિયા રોડ પર ડો. રાઠોડની હોસ્પિટલે શરદઁઁીની દવા લેવા માટે ગયો હતો, ત્યારે હોસ્પિટલની બહાર મિત્ર  શબલો ઉર્ફે ગામડીયો ઇકબાલ જુનાગઢી ત્યાં ઉભો હોઇ, અને પોતાને પરમ દિવસે રણુજા મંદીર ચોકડી પાસે ચાની હોટલે બોલાચાલી થયેલ હોઇ, જેથી પોતે તેની પાસે ગયો, ત્યારે શબલો ઉર્ફે ગામડીયો કાતર મારતો હોઇ, જેથી પોતે તેને 'તું મારી સામે કેમ કાતર મારે છે' તેમ કહેતા તેણે કહેલ કે કાતરતો લાગશે તેમ કહી ઉશ્કેરાઇને છરી વડે હુમલો કરી ડાબા હાથની કોણીના ભાગે અને પગના સાથળના ભાગે ઇજા કરી ભાગી ગયો હતો. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા શબલો ઉર્ફે ગામડીયો જુનાગઢી ભાગી ગયો હતો બાદ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ અંગે આજીડેમ પોલીસે જયદીપની ફરિયાદ પરથી શબલો ઉર્ફે ગામડીયો જુનાગઢી સામે ગુનો દાખલ કરી એ.એસ.આઇ. એન.એમ. ચાવડાએ તપાસ આદરી છે.

(3:41 pm IST)