Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

બાર.એસોની ચુંટણીમાં પિયુષભાઇની 'ભાજપ પ્રેરીત સમરસ પેનલ' મેદાનમાં

વકીલોની ચુંટણીમાં પ્રથમ વખત રાજકીય પક્ષના નામે ચુંટણી લડવાની જાહેરાત થઇઃ વકીલો માટે વર્કશોપ સેમિનાર, લો- કોન્ફરન્સ , લીગલ વર્કશોપ , વિમા કવચ, સાંસ્કૃતિક કાર્યક્રમો ,સહિતના કાર્યક્રમો કરાશેઃ પોલીસ કનડગત , બાર - બેંચના પ્રશ્ને સંકલન સમિતિઃ વકીલોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ કરવા પિયુષભાઇ શાહની પેનલ કટીબદ્ધ

રાજકોટઃ આજે ભાજપ પ્રેરિત સમરસ પોતાના બાર.એસો.ના ઉમેદવારોએ 'અકિલા'ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તસ્વીરમાં 'અકિલા'ના મોભી કિરીટભાઇ ગણાત્રા, પત્રકાર નયનભાઇ વ્યાસ સાથે પ્રમુખ પદના ઉમેદવાર પિયુષભાઇ શાહ , સેક્રેટરી પદના ઉમેદવાર જયેશભાઇ બોઘરા, જોઇન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર કેતનભાઇ દવે, ટ્રેઝરરના ઉમેદવાર રક્ષીતભાઇ કલોલા અને રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી અર્જૂનભાઇ પટેલ દર્શાય છે. (તસ્વીરોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા.૧૬: રાજકોટ બાર એસો.ની ચુંટણીમાં રસાકસીનો માહોલ જામ્યો છે. ત્યારે સર્વ પ્રથમઆજે પ્રમુખપદના ઉમેદવાર પિયુષભાઇ શાહે ભાજપ પ્રેરીત સમરસ પેનલ મેદાનમાં ઉતારીને વકીલોને 'ભાજપ પ્રેરિત સમરસ પેનલ'નામ આપ્યુ ચુંટણીમાં  રાજકીય રંગ જામાવી  દીધો છે.

બાર.એસોની ચુંટણીમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચુંટણીનું પરિણામ આવ્યા પછી  રાજકીય પક્ષોના નામથી  ચર્ચા થતી હતી. પરંતુ પ્રથમ વખત આજે 'અકિલા'ની શુભેચ્છા મુલાકાતે  આવેલ પિયુષભાઇ શાહના નેતૃત્વવાળી  પેનલને હિંમતભેર આ  સમરસ પેનલના નામે પોતાની પેનલનો પ્રચારકાર્યનો ધમધમાટ શરૂ કર્યો છે.

'અકિલા' સાથેની વાતચીતમાં પેનલના ઉમેદવારો પ્રમુખપદના દાવેદાર પિયુષભાઇ શાહ સેક્રેટરીના ઉમેદવાર જયેશભાઇ બોઘરા, જોઇન્ટ સેક્રેટરીના ઉમેદવાર કેતનભાઇ દવે અને ટ્રેઝરરના ઉમ્ેાદવાર રક્ષિતભાઇ કલોલાએ જણાવેલ કે અમારી પેનલ વકિલોના હિતમાં કાર્ય કરશે. રાજકોટના વકિલો માટે  સેમિનાર  - લો - કોન્ફરન્સ, લીગલ વર્કશોપ ઉપરાંત ક્રિકેટ ટુર્નામેન્ટ , ચેશ ટુર્નામેન્ટ સાંસ્કૃતિક કાર્યક્રમો, તેમજ વકિલોના હિતમાં વેલફેર ફંડ, કાનુની જાગૃતિ કાર્યક્રમો અને વકીલોના હિતો માટે વિમા સુરક્ષા પ્રોજેકટો સહિતના કાર્યક્રમો કરવામાં આવશે.

વધુમાં પિયુષભાઇ શાહે જણાવ્યુ કે તાજેતરમાં  વકીલો સાથે પોલીસ  કનડગતના બનાવો  પણ વધી રહ્યા છે. આવા બનાવો ન બને તે માટે પોલીસ  કમિશ્નર  સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે વકિલોના હિતમાં રજુઆત કરાશે. બાર.અને બેંચ વચ્ચે પણ ઘણી વખત  ઘર્ષણ થાય છે. આ માટે સંકલન સમિતિ બનાવવામાં આવશે.

વધુમાં શ્રી શાહે જણાવેલ કે રાજકોટ ના તમામ સિનિયર - જુનિયરોને સાથે રાખીને 'સૌનૈ સાથ સૌનો વિકાસ' પોલીસી અંતર્ગત કાર્ય કરવામાં આવશે.

રાજકોટની હાલની કોર્ટ બિલ્ડીંગમાં પાર્કીંગની સમસ્યા ખૂબ જ વધી ગયેલ છે. તે અંગે પણ ઘટતુ કરવાની શ્રી  શાહે ખાત્રી આપી હતી.  વધુમાં શહેરની ભાગોળે આકાર પામનાર નવા કોટે બિલ્ડીંગ માટે વકિલોએ સરકારને  કેટલાક સુચનો કરેલા છે. તે મુજબનુ કામ કરવામાં આવે તે  માટે સંલગ્ન સરકારી સંસ્થાઓ , સાથે પરામર્શ કરવામાં આવશે.

'અકિલા'ની શુભેચ્છા મુલાકાત દરમ્યાન ઉપરોકત ભાજપ પ્રેરિત  સમરસ પેનલના ઉમેદવારો સાથે સીનીયર એડવોકેટ અર્જુનભાઇ પટેલ પણ સાથે રહ્યા હતા.  અને તમામે વકિલોના પ્રશ્ને પડતી મુશ્કેલીઓ નિવારવા કટીબદ્ધ બનીને કામ કરવાની ખાત્રી આપી હતી.

 રાજકોટ બાર એસોસીએશનની આગામી ચૂંટણી અનુસંધાને  ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રેરિત સમરસ પેનલ ના સમર્થન માં મિટિંગ યોજાઈ હતી અને સમગ્ર પેનલમાં પ્રમુખ તરીકે પિયુષભાઈ શાહ, સેક્રેટરી તરીકે જયેશભાઈ બોઘરા, ટ્રેઝરર તરીકે રક્ષિત કલોલા જોઇન્ટ સેક્રેટરી તરીકે કેતનભાઇ દવે ના નામની સર્વાનુમતે જાહેરાત કરવામાં આવેલ છે અને હવે ચૂંટણી અંગેની આગામી રણનીતિ તૈયાર કરવામાં આવેલ અને ચૂંટણી સુધી જોરશોરથી સમરસ પેનલના ચારેય ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડવા માટે સર્વાનુમતે થી આહવાન કરેલ છે.

સદરહુ મિટિંગમાં સર્વે શ્રી તુલસીદાસ ગોંડલીયા સાહેબ, એલ.જે શાહી, દિલીપભાઈ પટેલ, અનિલ ભાઈ દેસાઈ, અભયભાઈ ભારદ્વાજ, પિયુષભાઈ શાહ, હિતેશભાઈ દવે, કમલેશભાઈ શાહ, બળવંત સિંહ રાઠોડ, અર્જુનભાઈ પટેલ, સંજયભાઈ વ્યાસ, દિલીપભાઈ જોશી, જયેન્દ્રસિંહ રાણા, મુકેશભાઇ દેસાઇ, રૂપરાજસિંહ પરમાર, કમલેશભાઈ ડોડીયા, આબિદભાઈ શોષણ, મુકેશભાઈ પીપલીયા, તરુણભાઈ માથુર અનિલભાઈ ગોગિયા, પ્રશાંત પટેલ, રક્ષિતભાઈ કલોલા, સી.એચ.પટેલ, ધિમંત જોશી, હેમાંગ જાની, તુષારભાઈ બસલાણી, રાજેશ મહેતા, ભરતભાઈ આહિયા, જયેશભાઈ બોઘરા, યોગેશભાઈ ઉદાણી, દિનેશ વારોતરીયા, નિલેશ પટેલ, ડી. ડી.મહેતા, સંદીપ વેકરીયા, કે જે ત્રીવેદી, પરેશ જોબનપુત્રા. કેતન દવે, બલરામ પંડીત સહિતના હાજર રહેલા હતા.

રાજકોટ બાર.એસો.ની ચુંટણીમાં પ્રથમ વખત ખુશીથી રીતે રાજકીય  પેનલને ચુંટણીમાં ઉતારવામાં આવતા સને્ ૨૦૨૦ની ચુંટણી  રસપ્રદ બની  છે.

(3:40 pm IST)
  • મહેસુલ હડતાલ યથાવતઃ મહેસુલ સચિવ સાથે મંત્રણા શરૂ... : રાજયભરના મહેસુલ કર્મચારીઓની બપોરે ૩ વાગ્યે હડતાલ યથાવતઃ મહેસુલ સચિવ ન મળી શકયાઃ મહામંડળના હોદેદારોની મહેસુલ સચિવ સાથે મંત્રણા ચાલુઃ નિવેડો આવે તેવી શકયતા... કર્મચારીઓ પણ રાહ જોઇ રહ્યા છે!! access_time 3:33 pm IST

  • કેન્દ્ર સરકારે 35298 કરોડ રૂપિયાની રકમ GSTના લેણાં પેટે છૂટી કરી : રાજ્ય સરકારો તથા કેન્દ્ર શાષિત પ્રદેશોની માંગણીને વાચા : સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સીસે આપેલી માહિતી : 18 ડિસેમ્બરના રોજ મળનારી GST કાઉન્સિલ મીટીંગ પહેલા લેવાયેલો નિર્ણય access_time 8:20 pm IST

  • લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર છે પણ પબ્લિક પ્રોપર્ટીના ભોગે નહીં : સિટિઝનશીપ એક્ટ મામલે થઇ રહેલા તોફાનો દુર્ભાગ્યપૂર્ણ : આ ઍક્ટથી ભારતના કોઈપણ ધર્મના નાગરિકને કોઈ નુકશાન થવાનું નથી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટ access_time 7:14 pm IST