Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં સ્નેહના બંધને બંધાઈ ૮૫ દીકરીઓએ નવજીવન શરૂ કર્યું

જે.એમ.જે.ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા અનુદાનઃ તમામ દીકરીઓને સાસરે વળાવી

રાજકોટઃ જે.એમ.જે. ગ્રુપના મયુરધ્વજસિંહ જાડેજા દ્વારા આયોજિત સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં વિવિધ શહેરો અને ગામડાંઓમાંથી આવેલ ૮૫ દીકરીઓએ સ્નેહના બંધને બંધાઈ નવજીવનની શરૂઆત કરી હતી. કન્યાદાનએ એક મોટું દાન છે. ભારતીય લગ્ન સંસ્કાર પ્રણાલી- પરંપરામાં સમૂહલગ્નએ અત્યારના સમયની માંગ છે. લગ્નએ એક નહિ પણ સાત ભવ- અવતાર સાથે રહેવાનું કર્તવ્ય- વચન છે ત્યારે બીજા પરિવારોની દીકરીઓને પોતાની નાની બહેનની જેમ જ સાસરે વળાવવાની મયૂરધ્વજસિંહ જાડેજાની સેવાનો સહુ કોઈએ બિરદાવી હતી.

આ ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહલગ્નોત્સવમાં ૮૫ દીકરીઓએ ગૌધુલિક સમયે હસ્તમેળાપ કર્યો ત્યારે હજારો લોકોની આંખો ભીનિ થઈ ગઈ હતી. લગ્નનો તમામ ખર્ચ અને જીવનજરૂરિયાતની વસ્તુઓ દાતાશ્રી મયૂરધ્વજસિંહ જાડેજા દ્વારા આપવામાં આવેલ. આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઉસ્થિત રહ્યા હતા.

આ ઐતિહાસિક પળને માણવા સમારંભમાં અંદાજે ૧૦ હજાર થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(3:36 pm IST)