Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ર૭ વર્ષ જૂના લાંચ કેસમાં સિંચાઇ ખાતાના ૧૦ કર્મચારીનો છૂટકારો

મોરબી તાલુકાની મચ્છુ કેનાલ બનાવવા ૩પ હજારના બીલો પાસ કરાવવા લાંચ માંગેલ : બનાવના દિવસે આરોપીઓ ચેકથી રકમ ઉપાડવા બેંકે દોડી ગયા હતાં : લાંચ કેસમાં મુખ્ય પાંચ તત્વો પ્રાયર ડીમાન્ડ, ડીમાન્ડ, મંજૂરી-રીકવરી ફરીયાદપક્ષ પુરવાર કરી શકતો નથી : કોર્ટ

રાજકોટ, તા.૧૬ : મચ્છુની કેનાલ બનાવવા ર૭ વર્ષ પહેલા લાંચ લેતા પકડાયેલ સિંચાઇ ખાતાના કર્મચારીઓ સામેનો લાંચ કેસ ચાલી જતા સેસન્સ કોર્ટે તમામને નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, રાજકોટ જીલ્લાના મોરબી તાલુકામાં મચ્છુ કેનાલ બનાવવા માટે સિંચાઇ વિભાગ દ્વારા કામ કરવા અંગે રનીંગ બીલો મંજુર કરવા કાર્યપાલક ઇજનેર કચેરી મચ્છુ-૧ પેટા વિભાગ મોરબી કે જે રાજકોટ બહુમાળી ભવન સિંચાઇ વર્તુળ ખાતાના પાસે આવેલ ઓફીસના કામે ફરીયાદી પટેલ કન્સ્ટ્રકશન ભાગીદારી જગદીશભાઇ કાનજીભાઇ વાદી ગામ, કાલાવડ, કૈલાશનગર રાજકોટ વાળાએ ટેન્ડર મંજુર થયા મુજબ કન્સ્ટ્રકશનનું કામકાજ કરતા હોય અને તે બીલો પાસ કરવા માટે કચેરીના વડા તરીકે ડેપ્યુટી એન્જીનીયર, આસીસ્ટન્ટ એન્જીનીયર, અધિમ મદદનશ, ટેકનીકલ આસીસ્ટન્ટ, સીનિયર કલાર્ક, જનીયર કલાર્ક તથા પટાવાળાઓ ફરજ બજાવતા તમામ વ્યકિતઓ વતી લાંચ માંગવામાં આવેલ છે તેવી ફરીયાદ ફરીયાદીએ કરેલ હતી.

આ કામમાં ફરીયાદીએ રજૂ કરેલ ૧થી ૧૭ સુધીના રનિંગ બીલો મંજુર થઇ થયેલ અને તેણી રકમ પણ ફરીયાદીને ચેકથી મળી ગયે બાદ રનિંગ બીલ નં.૧૮ દરમિયાન લાંચ અગેની ફરીયાદ ફરીયાદીએ એ.સી.બી. શાખાને જણાવતા એ.સી.બી. શાખાએ કાયદાની જોગવાઇ મુજબ એથરેન્સીસ પાઉડરવાળી નોટ સાથે રેડ પાડેલી ફરીયાદની હકીકત મુજબ તા. ૧૯-૮-૧૯૯રના રોજ રેડ પાડેલી. આ કામના ડેપ્યુટી એન્જીનીયર ડી.એન. મકવાણા ફરજમાં હતાંં તેઓ છેલ્લા આશરે ર૦ દિવસથી જામનગર ખાતે બદલી થઇ ગયેલ અને તેમની જગ્યાએ હાલમાં ડેપ્યુટી એન્જીનીયર એ.ડી. પરમાર ફરજમાં છે ૧ થી ૧૭ સુધીના બીલ ડેપ્યુટી એન્જીનીયર એ.ડી. માર ફરજમાં છે ૧ થી ૧૭ સુધીના બીલ ડેપયુટી એન્જીનીયર ડી.એન. મકવાણાએ ચાર્જ દરમિયાન મંજુર કરેલા અને ૧૮મા રનિંગ બીલ વખતે જણાવેલ કે આવા રનીંગ બીલો મુજબ ડેપ્યુટી એન્જીનીયરથી માંડીને પટાવાળા સુધીનાને ગેરકાયદેસર રીતે ટકાવારી ગણીને કમિશન આપવું પડે તે પ્રમાણે રનિંગ બીલ ૧૩ થી ૧૭ કુલ આશરે રકમ રૂ. ૧૬ લાખ થાય જેની ટકાવારી પ્રમાણે આશરે રૂ. ૩ર,૦૦૦/- પર્સેન્ટેઇઝ મુજ દેવાના થાય તેમજ મોરબીમાં ફરજ પરના ડેપ્યુટી એન્જીનીયર એ.ડી. પરમાર, જુનિયર એન્જીનીયર પી.જે. સંકજા, ટેનીકલ આસી. એ.કે. સંઘવી, સીનીયર કલાર્ક એચ.એન. જોષી, ટેકનીકલ આસી. ડી.બી. જોષી, જુનિયર કલાર્ક આધમભાઇ, જુનિયર એન્જીનીયર સુસુવારીયાભાઇ જુનીયર એન્જીનીયર વિરસોડીયાભાઇ વગેરે બોલાવી લીધેલ.

ત્યારબાદ ફરીયાદીએ જણાવેલ કે હું નાનો માણસ છું. રૂ. રપ,૦૦૦/થી રૂ.૩૦,૦૦૦નો ચેક આપી અને વધુ સગવડ માટે આવતીકાલે એટલે કે રડના દિવસે આઇ.ઓ.બી. બેંક નવાગામ ખાતેથી ઉપાડવાના છે પૈસા ઉપાડવાના હોય છે. પૈસા ઉપાડવાના હોય જેથી તમો ત્યાર આવી જશો તે મ વાત કરી ફરીયાદીએ બીજા દિવસે એ.સી.બી.માં ફરીયાદ કરી એ.સી.બી. અધિકારીએ બેંકમાં લાંચનું છટકુ ગોઠવેલુ અને તે છટકાના આધારે ફરીયાદીની ફરીયાદ ઉપરથી આ કામમાં આરોપીનોની ધરપકડ કરવામાં આવેલ. ધરપકડ કરી તેઓની સામે ધી પ્રીવેન્સસ ઓફ એકટની કલમ ૭/૧ર/૧૩ (૧) ઘ-૧-ર-૩ તથા ૧૩ મુજબનું ચાર્જશીટ કરવામાં આવેલ છે.

ચાર્જશીટમાં આરોપી તરીકે (૧) દેવજીભાઇ નથુભાઇ મકવાણા (ર) પ્રાગજીભાઇ જસમતભાઇ રાંકજા (૩) અબ્બાસભાઇ આંબાભાઇ સુવારીયા (૪) અંબારામભાઇ ધરમશીભાઇ વિરસોડીયા (પ) હસમુખભાઇ નવલશંકર જોષી (૬) ઇકબાલ ઓસમાણભાઇ અધામ, (૭) દિલીપકુમાર ભાનુશંકર જોષી (૮) અનિલકુમાર કૃપાશંકર સંઘવી (૯) હીરાલાલ ગોરાભાઇ ચાવડા (૧૦) ગોવિંદ માલાભાઇ જાદવ (૧૧) અરવિંદભાઇ દલસુખભાઇ પરમારનો સમાવેશ થતો હતો.

આ કામમાં સૌ પ્રથમ ફરીયાદ પક્ષે કુલ ૯ સાહેદો તપાસેલ છે જેમાં હસ્તાસ્તર નિષ્ણાંતનો પણ સમાવેશ થાય છે અને બચાવ પક્ષી તરફે એક સાહેદ તપાસવામાં આવેલ છે તેમજ દે દસ્તાવેજી પુરાવા રજુ થયેલ છે જે જોતા ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબીત કરવામાં નિષ્ફળ નીવળેલ છે. લાંચ રૂશ્વત ધારાના કેસોમાં સૌપ્રથમ ડીમાન્ડ સાબિત કરવું મહત્વનું પરિબળ હોય છે જે તહોમતનામા મુજબ ફરીયાદ પક્ષ સાબીત કરી શકેલ નથી.

બચાવ પક્ષે પોતાની રજૂઆતમાં જણાવેલ છે કે, આ કામના આરોપી સરકારી નોકરીયાત છે તે બાબતે બચાવ પક્ષને કોઇ તકરાર નથી. પરંતુ આવા પ્રકારના ગુનામા પાંચ તત્વો ફરીયાદ પક્ષે સાબિત કરવાના હોય છે. જેમાં (૧) પ્રાયર મિાન્ડ (ર) ડિમાન્ડ (૩) એપ્સેન્ટન્સ (૪) રીકવરી અને (પ) સેંકશન (મંજુરી) ઉપરોકત પાંચ તત્વો ધ્યાને લઇએ તો, ફરીયાદ પક્ષ પ્રાયર ડિમાન્ડ, ડિમાન્ડ, એપ્સેન્ટન્સ અને મંજૂરી પુરવાર કરી શકેલ નથી. જેથી આરોપીને આવા ગંભીર ગુના હેઠળ કોઇ રીતે સજા કરી શકાય નહિ. ઉપરોકત તમામ સંજોગોને ધ્યાનમાં રાખી હાલના આરોપીઓને છોડી મૂકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં ર૭ વર્ષથી કાનુની જંગ સેસન્સ અદાલતમાં ચાલ્યા બાદ હાલ ઉપરોકત આરોપીઓને છોડી મૂકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કામમાં આરોપીઓ વતી રાજકોટના સીનિયર એડવોકેટ  મનુભાઇ શાહ,  આર.કે. પરમાર, નિરંજનભાઇ દફતરી, હેમેનભાઇ ઉદાણી, મનીષ એચ. ખખ્ખર, દિનેશભાઇ રાવલ, પથિકભાઇ દફતરી, રૂપરાજસિંહ પરમાર, જે.વી. યાજ્ઞિક, ભાવિનભાઇ દફતરી તથા અંકીત ઉદાણી રોકાયેલ હતા.

(3:27 pm IST)