Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

જડુસ પાસે-ઉમિયા ચોક અને ગ્રીનલેન્ડ ચોકડીએ ઓવરબ્રિજ બનશે

રાજકોટ બનશે સુરત જેવુઃ વધુ ૩ નવા ઓવરબ્રિજની સરકારને દરખાસ્ત : જડુસ પાસે ૪૦ કરોડ, ઉમિયા ચોક અને ગ્રીનલેન્ડ ચોકડીએ ૫૦-૫૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાની મ્યુ. ફાયનાન્સ બોર્ડમાં દરખાસ્ત થશેઃ કુલ ખર્ચ રૂ.૩૭૬.૭૧ કરોડ

રાજકોટ તા. ૧૬ : શહેરમાં ટ્રાફીકની સમસ્યા હળવી કરવા મ્યુ.કોર્પોરેશન અને રાજય સરકાર દ્વારા ઓવરબ્રીજ બનાવવામાં આવી રહ્યા છે. જે ેઅંતર્ગત અગાઉ પ જેટલા ઓવરબ્રીજ બનાવવાની જાહેરાતો થઇ ગઇ છે.તેમાં વધુ ત્રણ નવા ઓવરબ્રીજ (૧) કાલાવડ રોડ પર જડુસ રેસ્ટોરન્ટ પાસેના ચોકમાં (ર) ૧પ૦ રીંગ રોડ પર ઉમિયા ચોકમાં (૩) ગ્રીન લેન્ડ ચોકડીએ બનાવવાની જાહેરાત થઇ છે.

આમ આ તમામ ૮ બ્રીજ બનાવવા માટે રૂ.૩૭૬.૭૧ કરોડની ગ્રાન્ટ ફાળવવા સ્ટેન્ડીંગ કમીટી દ્વારા રાજય સરકારના મ્યુ. ફાઇનાન્સ બોર્ડમાં દરખાસ્ત કરવામાં આવનાર છે. સંભવત આગામી સપ્તાહમાં ચેરમેન ઉદયભાઇ કાનગડના અધ્યક્ષ સ્થાને મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં આ દરખાસ્તને મંજુરી આપી. અને સરકારને મોકલી અપાશે.

આ અંગે મ્યુ.કમિશનર ઉદિત અગ્રવાલે સ્ટેન્ડીંગ કમીટીને મોકલેલી દરખાતમાં જણાવાયું છેકે રાજય સરકારશ્રી દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ ર૦૧૯-ર૦ના બજેટમાં જાહેર કરેલ આયોજન મુજબ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા નગરપાલિકા વિસ્તારમાં ફલાય ઓવર બનાવવા માટે વિશેષ જોગવાઇ (એમ.સી/એન.પી. માટે) રપ૦.૦૦ કરોડની વર્ષ ર૦૧૯-ર૦ માટે કરેલ છે. નાયબ સચિવશ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પત્ર મુજબ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નવા બ્રિજની મંજુરી અપાયેલ ન હોય તેવા ફલાય ઓવરબ્રિજની માહિતીક મોકલી આપવા જણાવેલ છે. જે પરત્વે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની હદમાં અંદાજીત રૂ. ૩૭૬.૭૧ કરોડનાં ખર્ચે નવા બનનાર ૮ ફલાય ઓવરબ્રિજ/અંડરબ્રિજ છે.

જેમાંં (૧) હોસ્પીટલ ચોક ઓવરબ્રિજ ૮૪.૭૧ કરોડ,  (ર) ૧પ૦ ફુટ રીંગ રોડ, રામાપીર ચોકડી ઓવરબ્રિજ ૪૦.૦૦ કરોડ, (૩) સોરઠીયાવી ઓવરબ્રિજ ૩ર.૦૦ કરોડ, (૪) ૧પ૦ ફુટ રીંગ રોડ/કે.કે.વી.અન્ડર બ્રિજ ૩૦.૦૦ કરોડ, (પ) ૧પ૦ ફુટ રીંગ રોડ/નાનામવા ચોકડી ઓવરબ્રિજ ૪૦.૦૦ કરોડ તથા નવો કાલાવડ રોડ જડુસ રેસ્ટ્રોન્ટ પાસે ફલાય ઓવરબ્રિજ પ૦.૦૦ કરોડ, તેમજ નવો ૭ ગ્રીનલેન્ડ ચોકડી ઓવરબ્રિજ અને નવો પ૦.૦૦ કરોડ, (૮) ૧પ૦ ફુટ રીંગ, ઉમીયા ચોક  ફલાય ઓવરબ્રિજ પ૦.૦૦ કરોડ, તમામ મળી કુલ રૂ. ૩૭૬.૭૧ કરોડ થાય છે.

ઉપરોકત ફલાય ઓવરબ્રિજ/અંડદરબ્રિજ તૈયાર કરવા વર્ષે ર૦૧૮-૧૯ તથા ર૦૧૯-ર૦માં  પ્રિ-ફીઝીબીલીટી રીપોર્ટ તૈયાર કરવા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ  યોજના હેઠળ સ્થાયી સમિતિ ઠરાવ મંજુર કરાયેલ છે ઉપરોકત કામો પૈકી હોસ્પીટલ ચોક ઓવરબ્રિજનૂં કામ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી સરકારશ્રી તરફથી સદરહું કામે ગ્રાંટ મળવાની અનુભતિની અપેક્ષાએ કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. તેમજ સોરઠીયાવાડી ફલાય ઓવરબ્રિજ તથા રામાપીર ચોકડી ફલાય ઓવરબ્રિજ કન્સલ્ટન્ટની નિમણુંક અને પ્રિ-ફીઝીબીલીટીની કામગીરી ચાલુ છે.તેમજ કે.કે.વી. હોલ અંડરબ્રિજ માટે ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે.

આમ ઉપરોકત વિગતે અનુક્રમ નં.૧ થી પ મુજબ રાજકોટ મહાનગરપાલિકા હદમાં ફલાય ઓવરબ્રિજ/અંડરબ્રિજ અંતર્ગત (જુઓ કામગીરી ચાલુ હોય રાજકોટ મહાનગરપાલિકા તરફથી ઉપરોકત તમામ કામો અને ઉપર મુજબ નવા સુચવવાના થતા અનુક્રમ નં.૬ થી ૮માં દર્શાવેલ ત્રણ ફલાય ઓવરબિરજ સાથે રાજકોટ મહાનગરપાલિકાને કુલ ૮ ફલાય ઓવરબ્રિજ/ અંડરબ્રિજ તૈયાર કરવા કુલ અંદાજીત રૂ.૩૭૬.૭૧ કરોડની ગ્રાંટની જરૂરીયાત રહેશે. જે મુજબ ગ્રાંટની ફાળવણી કરવા સદરહુ  દરખાસ્ત ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગરમાં રજુ કરવાની થતી હોય સ્થાયી સમિતીમાં જરૂરી ઠરાવ કરાશે.

(3:26 pm IST)
  • લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર છે પણ પબ્લિક પ્રોપર્ટીના ભોગે નહીં : સિટિઝનશીપ એક્ટ મામલે થઇ રહેલા તોફાનો દુર્ભાગ્યપૂર્ણ : આ ઍક્ટથી ભારતના કોઈપણ ધર્મના નાગરિકને કોઈ નુકશાન થવાનું નથી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટ access_time 7:14 pm IST

  • રાજકોટમાં વધુ બે નવા ઓવરબ્રીજની જાહેરાત: કાલાવડ રોડ ઉપર જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસે અને ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર ઉમિયા ચોક ખાતે ઓવર બ્રીજ બનાવવાની સ્ટેન્ડીંગ કમીટી દ્વારા સરકારમાં દરખાસ્ત access_time 12:56 pm IST

  • ગ્વાલિયર કલેક્ટરનો હુકમ: બંદુકનું લાયસન્સ જોઇએ તો ગૌશાળાને 10 ઘાબળા આપો: ગ્વાલિયર કલેક્ટર અનુરાગ ચૌધરીએ લાલ ટીપારા અને ગોલાનાં મંદિર સ્થિત ગૌશાળાનું નિરિક્ષણ કર્યું : નિરિક્ષણ દરમિયાન ગાયોની સ્થિતિને જોઇને તેમણે જીલ્લામાં બંદૂકનું લાયસન્સ માટે ગૌશાળાને ધાબળા અપાવવા આવો નિર્ણંય કર્યો access_time 12:28 am IST