Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

સામા કાંઠે પાણીના ધાંધીયાઃ દેકારો

વોર્ડ નં. પનાં કેટલાક વિસ્તારોમાં ૬ કલાક મોડુ પાણી વિતરણઃ કાલાવડ રોડ વિસ્તારમાં ડાયરેકટ ટેપીગ મારફત પાણી અપાયુ

રાજકોટ તા. ૧૬ :...  શહેરના સામા કાંઠાનાં વોર્ડ નં. પ ના કેટલાક વિસ્તારમાં સવારે એકા એક પાણી વિતરણ નહિ થતા લોકોમાં દેકારો બોલી ગયો હતો.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ શહેરના સામા કાંઠે આવેલ વોર્ડ નં. ૪ અને પ નાં કેટલાક વિસ્તારોમાં ગ્રીનલેન્ડ હેડ વર્કસની પાણી વિતરણ કરવામાં આવે છે. પરંતુ સવારે એકાએક વોર્ડ નં. પ નાં પાણી વિતરણની લાઇનનો વાલ્વ નહિ ખુલ્તા તંત્ર ધંધે લાગ્યુ હતું અને વોર્ડ નં. પના અલ્કા પાર્ટ, રણછોડવાડી, સિધ્ધી વિનાયક સોસાયટી, ગ્રામ લક્ષ્મી સોસાયટી, શિવસૃષ્ટી પાર્ક સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ સમયસર નહિ થતા લોકોમાં દેકારો બોલી ગયો હતો.

આ અંગે સત્તાવાર ઇજનેરી સુત્રોના જણાવ્યા મુજબ વોર્ડ નં. પ ની પાણી લાઇન વિતરણના વાલ્વમાં ટેકનીકલ ખામી સર્જાતા તંત્ર દ્વારા યુધ્ધનાં ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. આ વોર્ડના વિસ્તારોમાં પ થી ૬ કલાક પાણી મોડુ વિતરણ થયાનું સત્તાવાર સુત્રોએ જણાવ્યું હતું.

પાંચ વોર્ડમાં ડાયરેકટર  ટેપીંગથી વિતરણ કર્યુ

કાલાવડ રોડ પર આત્મીય કોલેજ પાસે ગઇકાલે પાણીનો ટાંકો તુટી જતાં વોર્ડ નં. ર, ૭, ૮, ૧૦ અને ૧૧ માં પાણી વિતરણની કાયમી વ્યવસ્થા ખોરવાઇ  ગઇ છે. ત્યારે ઇજનેરોએ આજે સવારે પાણીનો ટાંકો ભરવાની મુખ્ય પાઇપ લાઇનનું વિતરણની પાઇપ લાઇન સાથે સીધુ જ ટેપીંગ (જોડી દેવુ કરીને ઉપરોકત પાંચેય વોર્ડમાં કામ ચલાઉ ધોરણે પાણી વિતરણ શરૂ કરી દીધુ છે. જો કે આ વ્યવસ્થાને કારણે કેટલાક વિસ્તારોમાં ઓછા ફોર્સથી પાણી  મળવાની ફરીયાદો રહેશે. પરંતુ તેમાં થોડા દિવસ સહયોગ આપવા તંત્ર વાહકોએ અપીલ કરી છે. (પ-ર૧)

(3:25 pm IST)