Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ખાણ ખનીજ, હકક પત્રકની બાકી નોંધ, કુવાના વિજળીકરણના પ્રશ્નોને વાચા આપતા ગોવિંદભાઇ

રાજકોટ તા. ૧૬ : વિધાનસભાના પાંચમાં સત્રમાં ખાણ ખનીજ, હકક પત્રકની નોંધ અને વિજળીકરણના પ્રશ્નો મુકી ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલે વાચા આપી હતી.

આજી ર સિંચાઇ યોજનામાં તા. ર૧-૧૦-૨૦૧૯ ની સ્થિતીએ કેનાલ લાઇનીંગ અને મરામત તેમજ તેમાં થયેલ ખર્ચ અંગે તેમજ ખાણ ખનીજનલ ઇ-હરરાજીથી ખનીજોની ફાળવણીમાં તા. ૩૦-૧૦-૨૦૧૯ ની સ્થિતીએ છેલ્લા એક વર્ષમાં રાજકોટ જિલ્લામાં શું કાર્યવાહી કરવામાં આવી તેમજ હકક પત્રકની નોંધોનો નિકાલ કેટલો બાકી છે અને બાકી રહેલ નોંધોનો નિકાલ કયારે કરવામાં આવશે તેવા સવાલો ચર્ચા પર લીધા હતા.

તેના જવાબમાં લાઇનીંગ કામો પ્રગતિમાં છે અને તેમાં ૩૬૦.૭૯ લાખોનો ખર્ચ  કરાયાનું તેમજ કુલ ૪ ખનીજ બ્લોક સત્વરે ઇ-હરરાજીથી ફાળવણી કરવા નોટીસ પ્રસિધ્ધ કરાયાનું અને લાઇમ સ્ટોન મુખ્ય ર અને સાદી રેતી પ અંગે કાર્યવાહી કરાયાની વિગતો જાહેર કરાઇ હતી.

હકક પત્રક બાબતે મહેસુલ મંત્રીએ એવુ જણાવેલ કે રાજકોટ જિલ્લામાં ૬૯૭૭ નોંધો બાકી છે અને તેનો નિકાલ સમય મર્યાદામાં થઇ જશે.

છેલ્લા બે વર્ષમાં કેટલા કુવાનું વિજળી કરણ થયા તેવા સવાલના જવાબમાં ઉર્જા મંત્રીએ જણાવેલ કે ર વર્ષમાં રાજકોટ જિલ્લામાં ૩૬૬૦૧ કુવાનું વિજળી કરણ થઇ ચુકયુ છે. તેની પાછળ રૂ. ૫૫૬૯૬.૦૪ લાખનો ખર્ચ થયો છે.

એજ રીતે માં વાત્સલ્ય યોજનાની વર્તમાન સ્થિતિ અંગે પુછવામાં આવતા તેના પ્રત્યુતરમાં રાજકોટ જિલ્લામાં ૧,૨૪,૧૮૪ લોકો માં કાર્ડથી લાભાન્વીત થયાનું જણાવાયુ હતુ. (૧૬.૧)

 

(11:52 am IST)