Gujarati News

Gujarati News

News of Monday, 16th December 2019

ધંધો ચાલતો ન હોઇ કંટાળીને રિક્ષા ચાલક અજીત ભીલ એસિડ પી ગયો

રાજકોટ તા. ૧૬: સાધુ વાસવાણી રોડ પર ગોપાલ ચોક ચાર માળીયા કવાર્ટરમાં રહેતો અજીત ડાયાભાઇ મુલિયાણા (ઉ.વ.૪૦) નામનો ભીલ યુવાન એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

અજીત બે ભાઇમાં નાનો છે અને રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. તેના કહેવા મુજબ હાલમાં ધંધો બરાબર ચાલતો ન હોઇ આર્થિક સંકડામણ ઉભી થઇ હતી. આ કારણે કંટાળી જતાં પોતે એસિડ પી ગયો હતો.

(11:37 am IST)