Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

સાધુ વાસવાણી રોડ પર ફોનમાં વાત કરતાં-કરતાં ૧૩ વર્ષની ત્રિશા રૂપાણી બેભાનઃ મોત

રાજકોટઃ સાધુ વાસવાણી રોડ પર આવેલ સોપાના હેરીટેજ બી-૧૦૨માં રહેતી ત્રિશા પ્રશાંતભાઇ રૂપાણી (ઉ.૧૩) રાત્રીના નવેક વાગ્યે પોતાના ઘરે ફોનમાં વાત કરતાં કરતાં અચાનક બેભાન થઇ જતાં સારવાર માટે વોકહાર્ટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. હોસ્પિટલના ડો. મિતેષ ભુવાએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં હેડકોન્સ. જયંતિભાઇ સોંદરવાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:37 am IST)