Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

અસંખ્ય ગુનાઓમાં સામેલ શકિત ઉર્ફ ટૂબડીને વધુ એક વખત પાસામાં ધકેલાયો

રાજકોટઃ અસંખ્ય ગુના જેના નામે છે તેવા મનહરપરા-૭માં રહેતાં શકિત ઉર્ફ ટબૂડી વિનુભાઇ સોલંકી (ઉ.૩૫)ને વધુ એક વખત પાસામાં ધકેલાયો છે. પખવાડીયા પહેલા પાસામાંથી છુટીને આવ્યાના થોડા દિવસ બાદ એક જ દિવસમાં બબ્બે વખત હુમલા કરી શકિતએ આતંક મચાવ્યો હતો. જે પૈકી યુનિવર્સિટીના ગુનામાં તેને ઝડપી લેવાયો હતો. આ શખ્સને પાસામાં ધકેલવાની દરસ્ખાત પી.આઇ. આર. વાય. રાવલ, પી.આઇ. એમ.ડી. ચંદ્રવાડીયા અને સ્ટાફના જે. પી. મેવાડા, પ્રદિપભાઇ, વી. જે. જાડેજા, શૈલેષભાઇ, રાજુભાઇ દહેકવાડ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી સહિતે કરતાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે દરખાસ્ત મંજુર કરી શકિતને વડોદરા જેલમાં ધકેલ્યો છે.

(11:37 am IST)