Gujarati News

Gujarati News

News of Sunday, 16th December 2018

અમિતભાઈ અને વિજયભાઈ રાજકોટમાં: મુખ્યસભામાં હાજરી

મહોત્સવ સ્થળે જય સ્વામીનારાયણ.... પ્રમુખ સ્વામીની જયના નારા ગુંજ્યાઃ દેશ-વિદેશમાંથી હરિભકતોની ઉપસ્થિતિ : 'બાપા'ને લાખો દિવડાઓથી અંજલી

રાજકોટ, તા. ૧૫ : પૂ.પ્રમુખસ્વામી મહારાજએક એવા યુગપુરૂષજેમણે હિંદુ સંસ્કૃતિના ઈતિહાસમાં અકલ્પનીય એવા ૧૨૦૦થી વધુ મંદિરોનું નિર્માણ કરી સંસ્કૃતિની ધર્મ ધજાને સમગ્ર વિશ્વમાં લહેરાવી. પ્રમુખસ્વામી મહારાજ એક એવા ગુણાતીત પુરુષ જેમણે ૧૦૦૦થી પણ વધુ સુચરિત અને સુશિક્ષિત સંતોને દીક્ષિત કરી સનાતન સંત પરંપરાને નવજીવન બક્ષ્યું. પ્રમુખસ્વામી મહારાજ એક એવા કરૂણામાય સંત જેમણે ૨,૫૦,૦૦૦થી પણ વધુ ઘરોમાં વિચરી અને ૭,૦૦,૦૦૦થી વધુ પત્રોના જવાબ આપી એક સાચા સ્વજનની ખોટ પૂરી પાડી.

જેમણે પોતાના ૯૫ વર્ષના જીવનની કણે-કણ અને ક્ષણે-ક્ષણ બીજાના ભલા માટે વિતાવી માનવ ઉત્થાન અને જન-કલ્યાણ માટે સેવાના અનેક પ્રકલ્પો ચલાવ્યાં એવા વિશ્વવંદનીય સંતવિભૂતિ પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવ તારીખ ૫ ડિસેમ્બર થી ૧૫ ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણ નગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાયો. જેમાં દરરોજના લાખો વિદ્યાથીઓ અને મુલાકાતીઓએ સ્વામિનારાયણ નગરનો લાભ લીધો. 

પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવની મુખ્ય સભા માધાપર-મોરબી બાયપાસ  રોડ સ્થિત સ્વામિનારાયણ નગરની સામે આવેલ શ્નમુખ્ય મહોત્સવ સભાલૃસ્થળ પર યોજાશે. આ મહોત્સવ સભાનો લાભ લેવા વિશ્વભરના લાખો ભાવિક-ભકતો રાજકોટને આંગણે આવી રહ્યા છે. બી.એ.પી.એસ. સંસ્થાના ૯૫૦થી વધુ સંતો આ મહોત્સવ સભામાં ઉપસ્થિત રહેશે.  જન્મજયંતી મહોત્સવની મુખ્ય સભા સાયંકાળે ૫:૩૦થી ૮:૩૦ દરમ્યાન યોજાશે. તે પૂર્વે સાંજે ૪ કલાકે મહોત્સવ સભામાં પ્રવેશની શરૂઆત થઇ જશે.

આ મહોત્સવ સભાની ઉજવણી પ.પૂ.મહંતસ્વામી મહારાજના પ્રત્યક્ષ સાનિધ્યમાં તેમજ સંસ્થાના વરિષ્ઠ સદગુરુવર્ય સંતોની ઉપસ્થિતિમાં થશે.

સાથે-સાથે મહોત્સવ સભામાં રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ ઉપસ્થિત રહેશે.

મહોત્સવના અંતિમ ચરણમાં લાખો ભકતો સમૂહ આરતીમાં સમ્મિલિત થઈ પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજનેલાખો દીવડાઓની અંજલી અર્પશે.(૩૭.૭)

      જન્મજયંતી મહોત્સવ મુખ્ય સભા : સાંજે ૪ કલાકે પ્રવેશ પ્રારંભ.

      જન્મજયંતી મહોત્સવ મુખ્ય સભા : સાંજે ૫:૩૦થી ૮:૩૦.

      પ.પૂ.મહંતસ્વામી મહારાજની પાવન ઉપસ્થિતિ અને આશીર્વચન.

      ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહની પ્રેરક ઉપસ્થિતિ.

      મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ.

      અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની અદ્દભુત પ્રસ્તુતિ.

      લાખો હરિભકતો દ્વારા સમૂહ આરતી

અમિતભાઈ સાંજે ૪:૩૦ વાગ્યે અને વિજયભાઈનું ૫:૪૫ કલાકે આગમન

પૂ.પ્રમુખસ્વામીના ૯૮માં જન્મદિને મહોત્સવના આજના અંતિમ દિવસે ભાજપ પ્રમુખ શ્રી અમિતભાઈ શાહ સાંજે ૪:૩૦ કલાકે એરપોર્ટ ખાતે આગમન થશે, જયારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાંજે ૫:૪૫ કલાકે બરોડાથી રાજકોટ આગમન થશે : શ્રી નીતિનભાઈ ભારદ્વાજ, શ્રી ધનસુખભાઈ ભંડેરી સહિતના આગેવાનો દ્વારા મહાનુભાવોનું સ્વાગત થશે

 

(12:05 pm IST)