Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ગુજરાતમાં પણ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરોઃ વિજય વાંક

રાજકોટ તા. ૧૫: ગુજરાત સરકાર દ્વારા ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો પ્રસ્તાવ કરવા કોંગી કોર્પોરેટર વિજય વાંક દ્વારા માંગ કરવામાં આવી છે.

આ અંગે શહેરના વોર્ડ નં. ૧૨ના કોંગી કોર્પોરેટર અને પૂર્વ સ્ટેન્ડીંગ કમિટી સદસ્ય વિજય વાંકની અખબારી યાદી જણાવે છે કે હાલમાં જ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટે હિમાલય પ્રદેશ વિધાનસભાએ એક પ્રસ્તાવ પસાર કર્યો છે. અને એ પ્રસ્તાવ કેન્દ્ર સરકારને મોકલશે અને ઉત્તરાખંડમાં સર્વ પ્રથમ કોંગ્રેસના ધારાસભ્ય અનિરૂદ્ધસિંહ રજુ કર્યો હતો. આ ગુજરાતમાં અને કેન્દ્રમાં બેઠેલી ભાજપની સરકાર શું કરે છે અને ખાલી ગૌ માતાના નામે રાજનીતિ રમે છે અને મતદારોને માત્રને માત્ર ગુમરાહ કરી રહયાનો આક્ષેપ કર્યો હતો. જયારે ગાય માતાની આજુબાજુમાં રહેવાથી જ શરીરમાં ઘણા બધા રોગ પણ દૂર થાય છે ત્યારે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવા જોઇએ એવી વિજય વાંકની અખબારી યાદીનાં અંતમાં જણાવ્યું છે.(૧.૧૯)

(4:04 pm IST)