Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ઠગાઈના ગુનામાં ૧૦ વર્ષથી ફરાર ચેતન જગડા મુંબઈથી ઝડપાયો

૧૦ વર્ષથી ફરાર સોની શખ્સને ફરલો સ્કવોડે દબોચ્યોઃ રોનક ફાયનાન્સ નામની ઓફિસ ખોલી દાગીના પર ધીરાણ આપી વેપારીઓ સાથે ૧.૨૪ લાખની ઠગાઈ કરી'તી

રાજકોટઃ. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઈન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રીની સૂચનાથી પેરોલ ફરલો સ્કવોડના પીએસઆઈ બી.કે. ખાચર, હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, બકુલભાઈ વાઘેલા, બાદલભાઈ દવે અને દિગ્વીજયસિંહ જાડેજા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ધર્મેન્દ્રસિંહ તથા બકુલભાઈએ ઠગાઈના ગુનામાં ૧૦ વર્ષથી ફરાર શખ્સે પકડવા માટે મુંબઈ પહોંચી મુંબઈ-કાંદીવલી-વેસ્ટ, મહાવીરનગર, લીંક રોડ, શિવસૃષ્ટિએ વીંગ ફલેટને ૧૦૦૧માં રહેતો ચેતન નટુભાઈ જગડા (ઉ.વ.૪૩) (સોની)ને પકડી લીધો હતો. તેની પૂછપરછ કરતા ચેતન જગડાએ ૨૦૦૮માં ગુજરીબજાર, નવાનાકા પાસે એમ.કે. ચેમ્બરમાં દુકાન નં. ૭માં રોનક ફાયનાન્સ નામની ફાયનાન્સની ઓફિસ શરૂ કરી જમીન મકાનના ધંધાર્થી તથા અન્ય વેપારીઓને દાગીના ઉપર ધીરાણ કરી રૂ. ૧.૨૪ લાખની છેતરપીંડી કરી હતી બાદ નાસી છૂટયો હતો

(4:04 pm IST)