Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

બાર એસોની ચુંટણીમાં અમિત ભગત બિનહરીફ ચુંટાતા સમરસ પેનલના વકીલોમાં હર્ષની લાગણીઃ અભિનંદન પાઠવ્યા

બાર એસો.માં એકતા-એખલાશનું વાતાવરણ ઉભુ કરવા મિહિરભાઇ દવેએ ફોર્મ પાછુ ખેચ્યું

રાજકોટઃ બાર એસો.ની ચુંટણીમાં ટ્રેઝરરની જગ્યા ઉપર બીનહરીફ ચુંટાયેલા એડવોકેટ અમ્તિભાઇ ભગતે આજે ''અકિલા''ની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા અને એડીટર નિમિષભાઇ ગણાત્રાના આશીર્વાદ મેળવેલ હતા. પ્રસ્તુત તસ્વીરમાંં એડીટર નિમીષભાઇ ગણાત્રા સાથે એડવોકેટ અમિતભાઇ ભગત સાથે એડવોકેટ શ્યામલ સોનપાલ, મનોજભાઇ તંતી, હેમલ ગોહેલ મલ્હાર સોનપાલ અને નિલેષભાઇ વેકરીયા દર્શાય છ.ે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)(૬.૨૩)

રાજકોટ તા. ૧પ : રાજકોટ બાર એસોસીએશનની વર્ષ ર૦૧૯ ની અતિ પ્રતિષ્ઠાભર્યા ચુંટણી જંગમાં સમરસ પેનલમાંથી ટ્રેઝરર તરીકે દાવેદારી નોંધાવનાર એડવોકેટ અમીતભાઇ ભગત બીનહરીફ વિજેતા જાહેર થતા તેઓના સમર્થકોમાં હર્ષની લાગણી ફેલાઇ ગયેલ છે.

આ અંગેની ટુંકમાં વિગત એવી છેકે રાજકોટ બાર એસોસીએશનની વર્ષ ર૦૧૯ની અતિ પ્રતિષ્ઠાભરી ચુંટણીમાં રાજકોટ બાર એસોસીએશનમાં પ્રખર ધારાશાસ્ત્રીઓએ બાર એસોસીએશનની એકતા અને અખંડતા કાયમ રહે તેવા શુભ આશયથી પક્ષાપક્ષોથી પર રહી જુથવાદથી અગળા રહી એક સર્વસંમત સમરસ પેનલ બનાવેલ જે પેનલમાં પ્રમુખપદના ઉમેદવાર તરીકે રાજકોટના ડીસ્ટ્રીકટ ગર્વમેન્ટ પ્લીડર સંજયભાઇ વોરા  તથા ઉપપ્રમુખપદે એન. એ. સી. પી. બારના ભુતપુર્વ પ્રમુખ રાજેશભાઇ મહેતા, સેક્રેટરી તરીકે એડવોકેટ શ્રી પરેશભાઇ મારૂ, જોઇન્ટ સેક્રેટરી તરીકે નિલેશ પટેલ, ટ્રેઝરર તરીકે શ્રી અમિતભાઇ ભગત તથા લાઇબ્રેરી સેક્રેટરી તરીકે શ્રી જે. એફ. રાણાએ સમરસ પેનલમાંથી ઉમેદવારી નોંધાવેલ.

ત્યારબાદ આજરોજ તા. ૧પ ના  ઉમેદવારી પત્રકો પરત ખેંચવાના દિવસે ટ્રેઝરર પદના હરીફ ઉમેદવાર અને રાજકોટના જાણીતા ધારાશાસ્ત્રી શ્રી મીહીરભાઇ દવેએ અમિતભાઇ ભગતની અંગત મિત્રતાના કારણે તેમજ રાજકોટ બાર એસોસીએશનમાં એકતા એેમ એખલાસનું વાતાવરણ હોવાનું સાબીત કરતા ખેલદીલીપૂર્વક પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા બાર એસોસીએશનના તમામ ધારાશાસ્ત્રીઓએ શ્રી મીહીરભાઇ દવેની આ ખેલદીલીને ઉમળકાભેર બીરદાવેલ અને બીનહરીફ જાહેર થયેલ ટ્રેઝરરના ઉમેદવાર શ્રી અજાતશત્રુ એવા શ્રી અમિતભાઇ ભગતને હારતોરા સાથે અભિનંદનની વર્ષા વરસાવેલ.

એડવોકેટ શ્રી અમિતભાઇ ભગત વકીલાતની શરૂઆત ગુજરાતના પ્રખ્યાત  ધારાશાસ્ત્રીઓ સ્વ.શરદભાઇ સોનપાલ તથા સ્વ.મધુસુદનભાઇ સોનપાલના જુનીયર તરીકે ૧૯૯૨ની સામાં કરેલ અને હાલ તેઓ રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં એક સફળ સીનીયર ધારાશાસ્ત્રી તરીકે પ્રસિધ્ધ થયેલ છે.

શ્રી અમિતભાઇ ભગત બીનહરીફ જાહેર થતા અકિલાના મોભીશ્રી કિરીટભાઇ ગણાત્રાના આશિર્વાદ મેળવેલ હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રી અમિતભાઇ ભગતની તાજેતરમાં શ્રી રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટના મંદિર સમિતિના સભ્ય તરીકે પણ નિયુકત થયેલ છે.

શ્રી અમિતભાઇ ભગતની બીનહરીફ વરણીને રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રીઓ અર્વશ્રી અભયભાઇ ભારદ્વાજ, લલીતસિંહ શાહ, બારકાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર શ્રી દીલીપભાઇ પટેલ, રાજકોટ બી.જે.પી લીગલ સેલના કન્વીનીયર શ્રી હિતેશભાઇ દવે, એડવોકેટ શ્રી પરકીનભાઇ રાજા,  પીયુષભાઇ શાહ, શ્યામભાઇ સોનપાલ, કિમીનલ બારએસોસીએશનના જે. એફ. રાણા, પ્રમુખશ્રી તુષાર બસલાણી, હેમાંગ જાની,  મનોજભાઇ તંતી, દિપકભાઇ દતા , હેમલભાઇ ગોહેલ, યોગેશભાઇ ઉદાણી, નિળેશભાઇ વેકરીયા, યુવા એડવોકેટ શ્રી મલ્હારભાઇ સોનપાલ, એન.ડી.ચાવડા, રાજકુમાર હેરમા, ગીરીશ કોટક, જે.ડી.જાડેજા અજય દાવડા, અશ્વીન ગોસાઇ, વિગેરેએ વકીલોએ સમરસ પેનલને તથા અમીતભાઇ ભગતને જીતાડવા માટે ખૂબજ મહેનત કરેલ અને અમીતભાઇ ભગતને અભિનંદન પાઠવેલ હતા.(૬.૨૩)

(3:50 pm IST)