Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

સિવિલના લાભાર્થે ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા કાલે રકતદાન કેમ્પ

રાજકોટઃ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ રાજકોટ દ્વારા આવતીકાલે તા.૧૬ના રવિવારે સવારે ૮ થી ૨ સુધી ગુરૂનાનક હોલ (જંકશન પોલીસ ચોકીની સામે, ગાયકવાડી મેઈન રોડ) ખાતે સિવિલ હોસ્પિટલના લાભાર્થે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં સિવિલના તબીબો સેવા આપશે. ચોથી વખત આયોજીત આ રકતદાન કેમ્પમાં ૧૨૫ બોટલ રકત એકત્રીત થશે. આયોજનને સફળ બનાવવા બાબુભાઈ ઉધરેજા, દિપકભાઈ માનસુરીયા (ઠાકોર), જાદવભાઈ ગોઘાણી, અક્ષરભાઈ ડાભી, દિનેશભાઈ કિડીયા, ચેતનભાઈ મારસુણીયા, વિજયભાઈ મેથાણીયા, રામભરોસે સુરેલા, હિતેશભાઈ ધોળકીયા, સચિનભાઈ ચૌહાણ અને રણછોડભાઈ ઉધરેજા જોડાયા છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૩૦.૧૩)

(3:49 pm IST)