Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

બિમારીથી કંટાળી કૃષ્ણનગરના સુથાર વૃધ્ધે ટોઇલેટ કલીનર પીધું

પતિ સાથે ઝઘડો થતાં વિજયપ્લોટની રીમાબેને ઝેરી ટીકડી પીધી

રાજકોટ તા. ૧૫: સ્વામિનારાયણ ચોક કૃષ્ણનગર-૭માં રહેતાં વલ્લભદાસ પોપટદાસ સિનરોજા (ઉ.૮૬) નામના સુથાર વૃધ્ધે સવારે ટોઇલેટ કલીનર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહ ચોૈહાણે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી. વલ્લભદાસને સંતાનમાં પાંચ પુત્ર છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર, શારણ ગાંઠ સહિતની બિમારીઓ ઘર કરી ગઇ હોઇ જેનાથી કંટાળી જઇ આ પગલું ભર્યાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

બીજા બનાવમાં વિજય પ્લોટ-૨માં રહેતી રીમાબેન કેતન ઝરીયા (ઉ.૨૫) નામની લોધા પરિણીતાએ ઝેરી ટીકડી પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે. તેણીના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા છે. પતિ સાથે ઝઘડો થતાં પગલું ભર્યાનું જણાવાયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.

(3:48 pm IST)