Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ન્યુ ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રફીક સમાના મકાનમાં દરોડોઃ જુગાર રમતા ૪ ઝડપાયા

મકાન માલિક રફીક તથા મયુર, ભરત અને બાબુની ધરપકડ

રાજકોટ તા.૧૫: સંતકબીર રોડ પર ન્યુ ગાંધી સ્મૃતિ સોસાયટીમાં જુગાર ધામ ચાલતું હોવાની બાતમીના આધારે બી ડિવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગતો મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રીની સુચનાથી બી ડિવીઝન પોલીસ મથકના પીઆઇ આર.એસ. ઠાકરના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ.એફ.ડામોર, હેડ કોન્સ. વિરમભાઇ, મહેશભાઇ ચાવડા, કિરણભાઇ પરમાર, મનોજભાઇ મકવાણા, કેતનભાઇ નિકોલા, હરપાલસિંહ વાઘેલા તથા પ્રકાશભાઇ ખાંભરા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે વિરમભાઇ, મહેશભાઇ અને કિરણભાઇને મળેલી બાતમીના આધારે સંતકબીર રોડ પર ન્યુ ગાંધી સ્મૃતિ સોસાયટી શેરીનં. ૪માં રહેતો રફીક રજાકભાઇ સમા (ઉ.વ.૪૨)ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલિક રફીક સમા, તથા કુવાડવા રોડ-બાલાજી પાર્ક-રમાં રહેતો મયુર જોગાભાઇ સોલંકી (ઉ.વ.૩૨), સંતકબીર રોડ શકિત સોસાયટીમાં રહેતો ભરત વામજીભાઇ મોરાણીયા (ઉ.વ.૩૩) અને રાજાભાઇ -પનો બાબુભાઇ કરણભાઇ જામંગ (ઉ.વ.૫૦) ને પકડી લઇ રૂ. ૩૫,૨૦૦ની રોકડ સહિતની મત્તા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:45 pm IST)