Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

રેલનગર-હરિહર ચોકમાં ડિમોલીશન : ૬ર૦૦ ચો.મી. જમીન ખુલ્લી

રાજકોટ : મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન વિસ્તારના વોર્ડ નં. ૩ (પોપટપરા રેલનગર વિસ્તાર)માં ટી.પી. સ્કીમ નં. ૧૯ અંતર્ગત અમલીકરણના ભાગરૂપે ૧ર.૦૦ મીટર ટી.પી. રોડ ખુલ્લો કરાવવા કમ્પાઉન્ડ વોલ તથા વાવેતર દૂર કરી ૬ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવી છે. તેમજ વોર્ડ નં. ર (હરિહર ચોક)માં વોકળા પૈકીની જમીન પર થયેલ ૪ ઝુંપડાનું દબાણ દૂર કરી ર૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરવામાં આવેલ છે. આ કામગીરી મ્યુ. કમિશનર બંછાનિધિ પાનીની સુચના અનુસાર તથા ટાઉન પ્લાનીંગ ઓફીસર એમ.ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખાના સેન્ટ્રલ ઝોનનો તમામ સ્ટાફ હાજર રહેલ. આ ઉપરાંત દબાણ હટાવ શાખા, રોશની શાખા તેમજ બાંધકામ શાખાનો સ્ટાફ પણ સ્થળ પર હાજર રહેલ. તથા આ કામગીરી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે વિજિલન્સ શાખાનો સ્ટાફ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતાં. (૮.૧૭)

(3:45 pm IST)