Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

સદ્દગુરૂ પરિવાર ટ્રસ્ટ રાજકોટ દ્વારા ઇન્દોર અને ઉજૈનમાં વિનામુલ્યે નેત્રયજ્ઞ

રાજકોટ તા. ૧૫ : પુ. સદ્દગુરૂદેવ શ્રી રણછોડદાસજીબાપુએ સદેહે જે જે સ્થળોએ  રાજય બહાર જઇને નેત્રયજ્ઞો કર્યા હતા તે સ્થળોએ જઇ આંખના ઓપરેશન, નેત્રમણી, દવા, ચા-નાસ્તો, જમવા-રહેવાની વિનામુલ્યે સુવિધા સાથે ૩૬-૩૭ માં નેત્રયજ્ઞનું સદ્દગુરૂ પરિવાર ટ્રસ્ટ રાજકોટ દ્વારા આયોજન કરાયુ હોવાનું ટ્રસ્ટના પ્રમુખ દાનાબાપા ડાંગર અને ખજાનચી જાણીતા કરવેરા સલાહકાર ઇશ્વરભાઇ ખખ્ખરની યાદીમાં જણાવાયુ છે.

તા. ૧૫ ડીસેમ્બરથી શરૂ થઇ તા. ૩૧ જાન્યુઆરી ૨૦૧૯ સુધી કુલ ૪૫ દિવસના નેત્રયજ્ઞ કેમ્પ અનુક્રમે ૩૬ મો ઇન્દોર (ધાર) ખાતે અને ૩૭ મો નેત્રયજ્ઞ ઉજૈન (ખંડવા) ખાતે યોજવામાં આવનાર છે.

દર્દીઓને જે તે ગામોમાંથી વાહનમાં લઇ આવી ચોઇથારામ નેત્રાલય, રામતલાવત ધાર રોડ ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે ઓપરેશન કરી અપાશે.

નેત્રયજ્ઞનું ઉદ્દઘાટન ઇન્દોરના કલેકટર નિશાંત વરવરે દ્વારા થશે. મુખ્ય મહેમાન તરીકે કમિશ્નર આકાશ ત્રિપાઠી, ડો. અશ્વિન વર્મા, અતિથિ વિશેષ તરીકે વિજયભાઇ ચગ અને રમેશભાઇ મહેતા ઉપસ્થિત રહેશ. પૂ. હરીચરણદાસજી મહારાજ આશીર્વચનો પાઠવશે.

મેગા પ્રોજેકટ માટે ચેરમેન રાજુભાઇ પોબારૂ (સલહાકાર કમીટી), પ્રવિણભાઇ વસાણી (વા.ચેરમેન સલાહકાર કમીટી), શાંતુભાઇ રૂપારેલીયા ચેરમેન નેત્રયજ્ઞ કમીટીની સાથે જગદીશભાઇ ગણાત્રા, હરીશભાઇ લાખાણી, રાજુભાઇ કાનાબાર, સુરેશભાઇ ચંદારાણા, રમેશભાઇ ઠકકર, હસુભાઇ ચંદારાણા, રમેશભાઇ રાચ્છ, મહેન્દ્રભાઇ રાજવીર, મિતલભાઇ ખેતાણી, નિતીનભાઇ રાયચુરા, ભોગીભાઇ રાયચુરા, શંભુનાથસિંહ (દિલ્હી), દિનેશભાઇ તન્ના, ધવલભાઇ ખખ્ખર, નીલેશભાઇ જોબનપુત્રા, મુકેશભાઇ સચદે, ચંદ્રેશભાઇ પટેલ, રમેશભાઇ મહેતા, ચંદુભાઇ રાઠોડ વગેરેનું માર્ગદર્શન મળેલ છે. (૧૬.૫)

 

(3:45 pm IST)