Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ગોંડલ રોડ સાંઢીયા પુલ પાસે સર્વિસ રોડ પર પ્રોૈઢની લાશ મળીઃ ઠંડીમાં ઠૂંઠવાયાની શંકા

માત્ર બરમુડો અને જેકેટ પહેર્યા'તાઃ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૫: ગોંડલ રોડ ચોકડીથી અમદાવાદ તરફ જતાં સાંઢીયા પુલ નીચે સર્વિસ રોડ પરથી અજાણ્યા આશરે ૫૦ વર્ષના પ્રોૈઢની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતકે માત્ર બરમુડો અને જેકેટ પહેર્યા છે. ભિક્ષુક જેવા લાગે છે. ઠંડીમાં આવી જવાથી મૃત્યુ નિપજ્યાનું પ્રાથમિક તારણ છે.

અજાણ્યા પુરૂષની લાશ પડી હોવાની જાણ ૧૦૮ના ઇએમટી વંદનાબેન મારફત થતાં કન્ટ્રોલ ઇન્ચાર્જ અરવિંદભાઇએ આજીડેમ પોલીસને જાણ કરતાં પીએસઆઇ એમ. પી. સોનારા, એએસઆઇ પંકજભાઇ દિક્ષીત, કોન્સ. વિપુલભાઇ રબારી સહિતે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક વૃધ્ધે બ્લુ સફેદ રંગનું જેકેટ અને સફેદ જેવો મેલો બરમુડો પહેર્યો છે. સફેદ દાઢી-મુછ છે. તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો આજીડેમ પોલીસનો ફોન-૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. બે દિવસથી ઠંડીએ જોર પકડ્યું હોઇ આ પ્રોૈઢ ઠંડીમાં ઠૂંઠવાઇ ગયાની શકયતા છે.

(3:43 pm IST)