Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

મેન્ટર

એક રાષ્ટ્ર એક ચૂંટણી

ભારત એ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે અને લોકશાહી એટ્લે લોકો વડે લોકો માટે અને લોકો થી ચાલતી સરકાર. આ મૂળભૂત વ્યાખ્યા જ લોકશાહી માં પ્રજા અને પ્રજાતંત્ર નું પ્રભુત્વ સાબિત કરે છે વળી ભારતીય બંધારણીય હક ફરજો ની તરફ નજર કરતા ભારતીય નાગરિક બંધુત્વ, સમાન હક અને સ્વતંત્રતા ને વરેલો છે ભાઈચારા ની ભાવના બંધુત્વ નો બંધ બાંધવા માટે 'સંપ ત્યાં જંપ'ની કહેવત ને સાકર કરવી પડે. 'એક ચૂલો અને આનંદે ઝુલો' કહેવત મુજબ જયારે એક વ્યકિત દ્વારા દ્યર કુટુંબ ની વ્યવસ્થા જળવાય છે ત્યારે સાતત્ય અને એકરૂપતા ની વ્યવસ્થા ડીપી ઊઠે છે. આમ જયારે સમાજ ની સામાજિક વ્યવસ્થામાં કેન્દ્રિય વ્યવસ્થા જળવાય છે ત્યારે એ સમૂહ એ સામાજિક વર્ગનું ધોરણ આપોઆપ ઉદ્ઘવગતિએ પ્રગતિ કરે છે. તો મિત્રો વિચારો આપણા દેશનું સુવ્યવસ્થિત સુશાસન ચલાવવાની પ્રક્રિયા માટે પસંદ કરવામાં આવતા નેતાઓની પસંદગીની પ્રક્રિયા પણ કેન્દ્રિયકૃત હોય તો દેશના પ્રદેશોનું સાતત્ય અને એકરૂપતા અખંડિત ભારતના સ્વામી વિવેકાનંદ ના સ્વપ્ન ને સાકાર કરી શકે.

ભારત એ ૨૯ પ્રદેશોનો સમૂહ છે આ ૨૯ રાજયો ની શાસન વ્યવસ્થા માટે રાજય દ્વારા શાસકીય પક્ષોને ચૂંટવાની પ્રક્રિયા થાય છે અને દરેક રાજય પોતાની અનુકૂળતા મુજબ આ ચૂંટણી ને આયોજિત કરે છે ત્યારે એક વિચાર કે એક રાષ્ટ્ર માટે એક ચૂંટણી જ હોય તો....

મિત્રો આ ખ્યાલ ભારતમાં નવો નથી સ્વતંત્રતા અને બંધારણ ના અમલબાદ પ્રથમ ચૂંટણી જે ૧૯૫૨ વર્ષ માં થયેલ તે એક સાથે જ અમલ માં હતી. તે ૧૯૫૨ થી ક્રમશઃ ૧૯૫૭, ૧૯૬૨, ૧૯૬૭ અને ૧૯૭૦ સુધી આ એક રાષ્ટ્ર એક ચૂંટણી ની પ્રથા ચાલી ચોથી લોકસભાના વહેલીકરણ કરવામાં આવ્યું ત્યારથી આ પ્રથાનો ખ્યાલ પૂરો થઈ ગયો અને આ જ ભલામણ ફરીથી આપના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉઠાવવામાં આવી છે અને આ વિચારોને ભૂતપુર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વર્તમાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ દ્વારા પણ ટેકો કરવામાં આવેલ છે.

ભારત જેવા વિવિધ દેશોમાં લોકશાહી પ્રક્રિયા ખૂબ જટિલ થઈ ગઈ છે જટિલ એવું વહીવટી  માળખામાં જાળાંમાથી પસાર થવું પડે છે આ વહીવટી માળખામાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગર પાલિકા આઙ્ખ સંસ્થાઓ તેમજ રાજયની વિધાનસભા અને સાંસદ જેવા મોટા કદની રચના માટે પણ ચૂંટણી ની શ્રેણીઓ રચવી પડે છે આ ચૂંટણી એક સતત ચાલતી પ્રક્રિયા બની ગઈ છે જે હમણાં જ થોડા સમય પહેલા કર્ણાટક માં યોજાયેલ ચૂંટણી માં ૯૫૦૦થી ૧૦૫૦૦ કરોડ નો ખર્ચ કરેલ હતો જે અંગેનો વિગતવાર રિપોર્ટ The Indian Express માં આવેલ હતો. એક રાષ્ટ્ર એક ચૂંટણી ની નીતિ મુખ્યત્વે રાજય અને ક્રેન્દ્રિય ચૂંટણીઓ માટે અપનાવવામાં આવશે જે તેમાં સમય, નાણાં અને માનવીય સંશાધન નો બચાવ કરશે.

આ એક રાષ્ટ્ર એક ચૂંટણી નો વિચાર શા માટે? આવું કરવાથી શું ફાયદો એ સમીક્ષા વગર કોઈ વિચારને એમ જ કેમ અપનાવવો સાચુને! પરંતુ આ પદ્ઘતિના કથિત લાભદાયી પાસા જેવા કે આ એક રાષ્ટ્ર એક ચૂંટણી ની નીતિ એ સમયનો બચાવ કરશે જેથી નીતિઓ અંગેની ચર્ચા અને નીતિઓને અમલમાં મૂકવા પૂરતો સમય મળી રહેશે બીજું કે નાણાકીય વ્યય દૂર થશે ચૂંટણી ની પડતર કિમંત માં ઘટાડો થશે વળી પાર્ટીઓના ખર્ચાઓમાં પણ ઘટાડો થશે સિકયોરિટી ફોર્સને તેઓની મુખ્ય ફરજો થી વિમુખ થતાં રોકી શકશે ચૂંટણી કમિશન ના મોડલ કોડ ઓફ કંડકટને નવી યોજનાઓની જાહેરાત કરતાં રોકી શકાશે, મૂળ ભારતીય વિદેશી વ્યકિતને એક વાર આવી એક જ સમયે તમામ ચૂંટણીઓ માટે મતદાન ની તક મળશે મતદાનનું મહત્વ વધશે.

ભારતના પ્રવર્તમાન વડા પ્રધાન શ્રી નરેન્દ્રમોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રમાં તાજેતરમાં એક રાષ્ટ્રનો સિદ્ઘાંત તેજ પકડી રહ્યો છે જયાં તેમણે 'એક રાષ્ટ્ર એક ટેકસ' અને હવે એક રાષ્ટ્ર એક ચૂંટણીના સૂત્રના સૂત્રધાર બનવાનું કબૂલ્યું છે જાહેર સંપતિ ના બિન જરૂરી બગાડ, બહુવિધ ચૂંટણી, ગૃહ સુરક્ષા દળો ના બગાડ, શિક્ષકો અને અન્ય બૂથ કાર્યકરો તરીકે નિયુકત થયેલ અન્ય અધિકારીઓ ના સમય અને કાર્યનો થતો બગાડ અટકાવી ભારત દેશની શશન વ્યવસ્થાને સુશાસન માં ફેરવામાં તેમના આ વિચાર તેમના આ સંકલ્પ ને સાથ આપી આવો રાષ્ટ્રના વિકાસમાં સહયોગી બનીએ બદલાતા પરિવર્તનને પહોચી વળવા રૂઢિગતતાને ત્યજીને સમાજની સુવ્યવસ્થા માટે જરૂરી બંધારણીય સુધારા ઓ માટે અને દેશની શાશન વ્યવસ્થા ને વિક્ષેપ વગર આગળ વધારવા પ્રવર્તમાન વડાપ્રધાનના આ દ્રષ્ટિકોણને સમર્થન આપી ચાલો આપણા દેશના પોષણ અને પ્રગતિમાં આપણે હિસ્સેદાર બનીએ અને અખંડ ભારતનું સ્વપ્ન સાકર કરીએ ચાલો... (૩૭.૪)

પાર્થ ઉવાચ ::

'બદલાવ આના જરૂરી હૈ દેશ મે,

એક રાષ્ટ્ર, એક મતદાન અબ આવશ્યક હૈ દેશ મે.

પાર્થ કોટેચા

મો.૯૯૦૪૪ ૦૬૬૩૩

(12:05 pm IST)