Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

ઇન્દ્રનિલે ડાયરામાં ચૂંટણી પ્રચાર કરતા ખર્ચ કોંગી ઉમેદવારના ખાતામાં ઉમેરાયો

મંજુરીની શરતના ભંગ બદલ રાજયગુરૂને નોટીસ મળવાની શકયતાઃ કુંવરજીભાઇએ ગઇકાલ સુધીમાં રૂ. ૭,૯૪,૬૮૦ અને અવસરભાઇએ રૂ. ૬,૫૮,૭૧૧ વાપર્યાનું નોંધાયું

રાજકોટ તા.૧૫: પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનિલ રાજયગુરૂએ જસદણ મતક્ષેત્રના કોઇ ગામમાં ગૌસેવાનો હેતુ દર્શાવી લોકડાયરો યોજેલ. તેમાં કોંગ્રેસના ઉમેદવાર અવસરભાઇ નાકિયા તરફી પ્રચાર કરતા ડાયરના ખર્ચ પેટે ચૂંટણી તંત્રએ રૂ. ૧૪ હજાર ગણી તે ખર્ચ અવસરભાઇના ખાતે ચડાવી દીધાનું જાણવા મળે છે. કેન્દ્રીય ચૂંંટણી પંચ તરફથી ખર્ચના નિરીક્ષક તરીકે મૂકાયેલા  કસ્ટમ્સ અધિકારી ગોવિંદ રાજે આ બાબતે સુચના આપેલ. કોંગ્રેસના ચૂંટણી એજન્ટે આનાકાની બાદ ખર્ચ પોતાના ઉમેદવારના ખાતામાં ઉમેરવા સહમતી આપી હતી. ગૌસેવાના નામે લોકડાયરો યોજીને તેમાં ચૂંટણીને અસર કરી શકે તેવી ઉમેદવારના નામ જોગ રાજકીય વાત કરવા બદલ ઇન્દ્રનિલ રાજયગુરૂને ચૂંટણી અધિકારી તરફથી મંજુરીની શરત ભરવા કરવા અંગેની નોટીસ મળે તેવી શકયતા નકારાતી નથી.

ગઇકાલ સુધીમાં કુંવરજીભાઇ બાવળિયાએ રૂ. ૭,૯૪,૬૮૦ અને અવસરભાઇએ રૂ. ૬,૫૮,૭૧૧નો ખર્ચ કર્યાનું ચૂંટણી પંચના ચોપડે નોંધાયું છે. આ આંકડા સતાવાર ખર્ચના છે. ઉમેદવારને રૂ. ૨૮ લાખ સુધીનો ચૂંટણી ખર્ચ  કરવાની છુટ હોય છે. વાસ્તવિક ખર્ચ બાબતે પ્રજા સરળતાથી અનુમાન કરી શકે છે. (૧.૧૦)

(12:04 pm IST)