Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

જુના રાજકોટ અને ન્યુ રાજકોટમાં ૪ મિલ્કતો સીલ

સેન્ટ્રલ ઝોનમાં સરદાર કોમ્પલક્ષમાં ૧ તથા વેસ્ટ ઝોનમાં આદિત્ય હાઇટ્સમાં ર તથા ઓસ્કાર સિટીમાં ૧ સહિત કુલ ૪ ફલેટો સીલ કરાયાઃ આજે ત્રણેય ઝોનમાં ૨૩ લાખની આવક

રાજકોટ તા.૧૪: મ્યુ.કોર્પોરેશનના વેરા વસુલાત વિભાગ દ્વારા બાકી વેરો વસુલવા ન્યુ રાજકોટ અને જુના રાજકોટ વિસ્તારમાં ૪ મિલ્કતો સીલ કરાઇ છે. જયારે ઇસ્ટ ઝોન સહિત ૩ ઝોનમાં આજે રૂ. ૨૩ લાખની આવક થવા પામી છે. તેમ કોર્પોરેશનની સત્તાવાર માહિતીમાં જણાવ્યું હતું.

સામા કાંઠે રૂ. ૧૫.૪૩ લાખની આવક

વેરા વસુલાત શાખા (પૂર્વ ઝોન) દ્વારા મિલકતવેરા રિકવરી ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં. પ,૬,૧૫ની ટીમ દ્વારા દિનદયાલ ઇન્ડ, દુધસાગર રોડ, શિવમ ઇન્ડ રોયલ કલર્સ-આરટીઓ સહિતના વિસ્તારમાં બાકી વેરો વસુલાતની કાર્યવાહી કરતા રૂ. ૧૫.૪૩ લાખની આવક થવા પામી છે.

આ કામગીરી આસિ. કમિશનર (પૂર્વ ઝોન) આસી. મેનેજરશ્રી(પૂર્વ ઝોન) એમ.ડી. ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રીની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, પરેશ જોશી, બકુલ ભટ્ટ વિ. દ્વારા કરવામાં આવેલ છે.

વેસ્ટ ઝોન

સેન્ટરલ ઝોનની વેરા શાખા દ્વારા વર્ષ ર૦૧૮-૧૯ નો બાકી વેરો વસુલાત આદિત્ય હાઇટસના બે ફલેટનો કુલ બાકી વેરો રૂ.૯૩.૬૪પ ભરપાઇ થયેલ ન હોય, બન્ને મિલ્કતોને સીલ મારેલ છે તથા ઓસ્કાર સીટીમાં આવેલ એક ફલેટનો બાકી વેરો રૂ.૪૬,૩૪૬ ભરપાઇ થયેલ ન હોય બન્ને મિલ્કતોને સીલ મારેલ છે.ત્થા ઓસ્કાર સીટીાં આવેલ એક ફલેટની બાકી વેરો રૂ.૪૬,૩૪૬ ભરપાઇ થયેલ ન હોય. મિલ્કતને સીલ મારેલ છે તથા એવરેસ્ટ ાર્ક ૧પ૦ ફુટ રીંગ રોડ પર અવોલ નક્ષત્ર હાઇટસ શિવરંજની એપાર્ટમેન્ટ મવડી ગામ વિસ્તારમાં આવેલ પંચાયત ઓફીસ પાસે આવેલ બે બિન રહેણાંક, જય ખોડીયાર એપાર્ટમેન્ટના મવડી વિસ્તારમાં આવેલ અવધ વિદ્યા મંદિર સહિત વિસ્તારમાં કાર્યવાહી કરતા રકમ  રૂ.૬,૩૧.૦૭પ ની વસુલાત કરવામાંં આવી છે.આ કામગીરી સહાયક કમિશનરશ્રી (વેસ્ટ ઝોન) ના માર્ગદર્શન હેઠળ લગત વોર્ડ ના આસી. મેનેજરઓ અને વોર્ડ ઓફીસરઓની સુચનાનુસાર રિકવરી કલાર્ક સુરેશભાઇ સવાણી હિતેદ્ર વસાવા, દેવાભાઇ રાઠોડ, હરેશભાઇ નસીત, પ્રશાંત, ગઢવી, તુષાર સોલંકી અને રાજેશ નૈયા દ્વારા કરવામાં આવી.

સેન્ટ્રલ ઝોન

 સેન્ટ્રલ ઝોનની વેરા શાખા દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯ની રિકવરી ઝુંબેશ અંતર્ગત જામનગર રોડ પર આવેલ '' સરદાર કોમ્પલેક્ષ'' ના એક યુનિટને સીલ મારેલ તથા રેલનગરમાં ર (બે) કોમર્શીયલ કોમ્પલેક્ષ, મવડી રોડ પર આવેલ કોમર્શીયલ, અટીકા ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ યુનિટનો બાકી વેરો વસુલવામાં આવેલ છે.

આજ રોજ ૧ યુનિટને સીલ મારેલ તથા રૂ. ૧,૭૩,૦૦૦ની આવક થવા પામી હતી. આ કામગીરીમાં આસી. મેનેજર રાજીવ ગામેતી, વોર્ડ ઓફીસ ધૈર્યભાઇ જોષી, આરતીબેન નિંબાર્ક, ફાલ્ગુનીબેન કલ્યાણી, તથા ટેકસ ઇન્સ્પેકટર કમલેશભાઇ ઠાકર, નાનજીભાઇ રાખૈયા, નીતિનભાઇ ખંભોળિયા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશનર શ્રી કગથરાના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.

(3:29 pm IST)