Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

રાજકોટમાં મોબાઇલની ચીલઝડપ કરતી ટોળકીના ૪ શખ્સો પકડાયા : ૧૩ ચીલ ઝડપનો ભેદ ઉકેલાયો

માધાપર પાસેથી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળા અને પી.એસ.આઇ જે.જી.રાણાની ટીમે રવિ ઉર્ફે લંગડો બેનામ મારવાડી, વિશાલ ગૌસ્વામી અને સોયબ પઠાણને દબોચ્યા : ૧૩ મોબાઇલ કબ્જે

રાજકોટ તા. ૧૬ :.. શહેરના અલગ-અલગ વિસ્તારમાં રાહદારીઓના મોબાઇલ ફોનની ચીલ ઝડપ કરી તરખાટ મચાવનાર ટોળકીના ચાર શખ્સોને ગાંધીગ્રામ પોલીસે માધાપર પાસેથી ઝડપી લઇ ૧૩ મોબાઇલની ચીલ ઝડપનો ભેદ ઉકેલી નાખ્યો છે.

મળતી વિગત મુજબ શહેરના જામનગર રોડ માધાપર પાસે ચાર શખ્સો ચોરાઉ મોબાઇલ ફોન વેંચવા નિકળ્યા હોવાની કોન્સ. વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ અને ગોપાલભાઇ બોળીયાને બાતમી મળતા જામનગર રોડ માધાપર પાસેથી રવી ઉર્ફે લંગડો અરવિંદભાઇ મકવાણા (ઉ.વ.ર૧) (રહે. ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર નં. ૭૪પ), બેનામ ઉગમભાઇ મારવાડી (ઉ.ર૦) (રહે. ઘંટેશ્વર રપ વારીયા), વિશાલ મુકેશભાઇ ગૌસ્વામી (ઉ.વ.ર૧) (રહે. ઘંટેશ્વર રપ વારીયા કવાર્ટર નં. ૧પ૩૬) અને સોયબ શેરખાનભાઇ પઠાણ (ઉ.ર૦) (રહે. નાગેશ્વર સામે ગોડાઉન રોડ મુળ ધોરાજી)ને પકડી લીધા હતાં. પોલીસે ચારેયની પુછપરછ કરતા ચારેય શખ્સોએ અલગ-અલગ વિસ્તારમાં છેલ્લા એક મહિનામાં ૧૩ જેટલા મોબાઇલ ફોનની ચીલ ઝડપ કર્યાની  પોલીસે ૧૩ મોબાઇલ ફોન તથા બે બાઇક મળી રૂ.૧,૭૭,૦૦૦ ની મત્તા કબજે કરી હતી ચારેય શખ્સો મોબાઇલની ચીલઝડપ કરી મોબાઇલ પોતાના મિત્રો અને સગા સંબંધીને વાપરવા માટે આપી દેતા હતા. આ કામગીરી ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે.જી. રાણા, હેડ કોન્સ ખોડુભા, વનરાજભાઇ, દિવ્યરાજસિંહ ગોપાલભાઇ ગોપાલભાઇ પાટીલ તથા દિનેશભાઇ વાણીયા દ્વારા કરવામાં આવી હતી.

(3:38 pm IST)