Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અકસ્માત નિવારવા મનપાએ સ્પીડબ્રેકર પર થર્મોપ્લાસ્ટના પટ્ટા - રમ્બલ સ્ટ્રીપ લગાવ્યા

રાજકોટ : મહાનગરપાલિકાની ટ્રાફિક ટ્રાન્સપોર્ટ એન્ડ પાર્કિંગ શાખા દ્વારા હેવી ટ્રાફિકવાળા ચાર રસ્તાઓ પર સ્પીડબ્રેકર પર થર્મોપ્લાસ્ટના પટ્ટા લગાવવાની કામગીરી હાથ ધરવામા આવેલ છે, અકસ્માત નિવારી શકાય તથા રાત્રીનાં સમયે દુરથી આવતા વાહનો માટે સ્પીડબ્રેકર સહેલાઈથી દેખાઈ શકે તે માટે સ્પીડબ્રેકર પર થર્મોપ્લાસ્ટના પટ્ટા લગાવવામાં આવેલ છે જેથી માર્ગ અકસ્માત થવાની શકયતા નિવારી શકાય તથા રોડ સેફટી અંતર્ગત મહિલા કોલેજ ચોક ખાતેના અન્ડરબ્રિજના રસ્તાઓ ઉપર રમ્બલ સ્ટ્રીપ પણ લગાવવાની કામગીરી પણ કરવામાં આવેલ છે. તેમજ કાલાવડ રોડ, ગોંડલ રોડ, ટાગોર રોડ, ઢેબર રોડ, મહિલા કોલેજમાં સ્પીડબ્રેકર થર્મોપ્લાસ્ટ માર્કીંગની કામગીરી કરવામાં આવી રહી છે.

(3:18 pm IST)