Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

રાજકોટને વધુ એક ૧૦૮ની ફાળવણીઃ મનપા પદાધિકારીઓ દ્વારા લોકાર્પણ

હાલ શહેરમાં ૨૦ એમ્બ્યુલન્સ (૧૦૮) દોડે છે

રાજકોટ તા. ૧૬ : સરકાર તરફથી GVK EMRI સંસ્થાને રાજકોટ શહેરના ઉપયોગ માટે ૧૦૮ નવી ગાડી ફાળવાવમાં આવેલ છે. આ ૧૦૮ એમ્બ્યુલન્સનું લોકેશન ત્રિકોણ બાગ ખાતે રહેશે. ૧૦૮ એમ્બ્યુલન્સ વાહન માટે લોકો તરફથી ફોન આવી તુરંત જ થોડા સમયમાં શહેર એરિયામાં ફકત ૮ થી ૯ મિનિટ દરમ્યાન ૧૦૮ એમ્બ્યુલન્સનું વાહન ઘટના સ્થળે પહોંચી જાય છે. આ સેવાથી લોકોને ખૂબ જ સારી સેવા ઉપલબ્ધ થયેલ છે. હાલમાં રાજકોટ શહેરમાં ૨૦ એમ્બ્યુલન્સ GVK દ્વારા ચલાવવામાં આવી રહી છે.

આજરોજ તા.૧૬ના રોજ મેયર ડો. પ્રદિપ ડવના હસ્તે શ્રીફળ વધારી પદાધિકારીશ્રીઓ દ્વારા લોકાર્પણ તથા ફલેગ આપી પ્રસ્થાન કરાવેલ. આ અવસરે રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, આરોગ્ય સમિતિ ચેરમેન ડો.રાજેશ્રીબેન ડોડીયા, શિશુ કલ્યાણ અને અગ્નિ શામક દળના ચેરમેન જયોત્સનાબેન ટીલાળા, કોર્પોરેટર મનીષભાઈ રાડીયા, જયમીનભાઇ ઠાકર, હિરેનભાઈ ખીમાણીયા, ચેતનભાઈ સુરેજા, સંજયસિંહ રાણા, ભાવેશભાઈ દેથરીયા, જીતુભાઈ કાટોળીયા, મીનાબા જાડેજા, વજીબેન ગોલતર, નયનાબેન પેઢડીયા, કંચનબેન સિધ્ધપુરા, મિતલબેન લાઠીયા, ભારતીબેન પરસાણા, રૂચીતાબેન જોષી, અનિતાબેન ગોસ્વામી, મંજુબેન કુંગસીયા સહિતના કોર્પોરેટર ઉપસ્થિત રહ્યા હતા.

(3:39 pm IST)