Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ભગવતી સોસાયટી પાછળ રેલવેના પાટા પાસે જુગાર રમતા ચાર પકડાયા

બી ડીવીઝન પોલીસનો દરોડો : સલીમ, ફૈઝલ, અબ્દુલ અને મહેબુબની ધરપકડ

રાજકોટ,તા. ૧૬ : ભગવતી સોસાયટી પાછળ આવેલા રેલવેના પાટા પાસે બી ડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ભગવતી સોસાયટી પાછળ કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બી ડીવીઝન પોલીસ મથકના પીએસઆઇ પી.બી.ત્રાજીયાને બાતમી મળતા ભગવતી સોસાયટી પાછળ રેલવેના પાટા પાસે દરોડો પાડી બાવળની જાળીમાં તીનપતીનો જુગાર રમતા રૈયા રોડ રામનગર શેરી નં. ૩ના સલીમ ઉર્ફે લાડવા અબ્દુલભાઇ કારીયાણીયા, રૈયા રોડ નહેરૂનગર શેરી નં. ૫ના ફૈઝલ આરીફભાઇ ગલેરીયા જામનગર રોડ પુલ નીચે હુડકો કવાર્ટરના અબ્દુલ ઉર્ફે રોબોટ મામદભાઇ જુણાચ, પારેવડી ચોક પાસે ખોડીયાર પરા ૨/૩ના મહેબુબ હુશેનભાઇ કુરેશીને પકડી લઇ રૂ. ૨૫,૮૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.બી.ત્રાજીયા, હેડ કોન્સ. જયપાલસિંહ અને કોન્સ. હાર્દિકભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(2:38 pm IST)