Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

અપહરણ કરી ખંડણી લેવાના ગુનામાં પકડાયેલ આરોપીની જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૧૬: રાજકોટ શહેર પ્ર-નગર પોલીસ સ્ટેશનના ગુનામાં પડકાયેલ આરોપી હેમરાજભાઇ સુરેશભાઇ બાવડા (ગઢવી) ને અપહરણ અને ખંડણીના ગુનામાં રેગ્યુલર જામીન ઉપર મુકત કરવાનો કોર્ટે હુકમ કરેલ હતો.

આ કેસની વિગત એવી હતી કે આ કામના ફરીયાદી રાહુલ નરશીભાઇ બોરીયાએ પોલીસ રૂબરૂ એવા આક્ષેપો વાળી ફરીયાદ આપેલ હતી કે ગઇ તા. રપ/૧૦/ર૦ર૧ના રોજ રાત્રીના આશરે ૯ વાગ્યે ના અરસામાં તેઓ રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલ મામાદેવના મંદિર પાસે બેઠા હતા ત્યારે આરોપીઓએ અગાઉ લીધેલ પૈસાનો ખાર રાખી ગાળો આપી ઢીકા પાટુનો માર મારેલ અને અલ્ટો ગાડીમાં અપહરણ કરી લોધીકા ગામે લઇ ગયેલ જયાં તેઓ કોઇકની વાડીમાં લઇ ગયેલ જયાં આરોપીએ લાકડાના ધોકા તથા છરીના પાંચ ઘા મારેલ અને ખંડણી માંગેલ હતી.

ત્યારબાદ ફરીયાદીની ફરીયાદને આધારે પ્ર-નગર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૪૪૪૭/ર૧ થી આઇ.પી.સી. કલમ ૩૬૪(એ), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩ર૩, ૩ર૪, પ૦૪, પ૦૬(ર) તથા જી.પી.એકટ કલમ ૧૩પ(૧) તથા એટ્રોશીટી એકટની કલમ ૩(ર)પ, વિગેરે મુજબનો ગુનો દાખલ થયેલ.

આ ગુનામાં હાલના આરોપી/અરજદાર હેમરાજભાઇ સુરેશભાઇ બાવડા (ગઢવી)ની પોલીસ દ્વારા તા. ૧પ/૧૦/ર૧ના રોજ ધરપકડ થયેલ હતી. અને અરજદારને જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવેલ જેથી અરજદારે સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી.

અરજદાર તરફે રજુઆત કરવામાં આવેલ કે હાલના ગુનામાં અરજદારનો મુખ્ય રોલ નથી તેમજ અરજદાર વિરૂધ્ધ અગાઉ કોઇ ગુના નથી તેમજ અરજદાર પાસેથી રિકવરી થઇ ગયેલ છે. ચાર્જશીટ આવતા સમય લાગે તેમ છે. તેમજ અન્ય આરોપીને પણ કોર્ટ જામીન આપેલા છે. તેમાં દલીલોને ગ્રાહય રાખી, એડી. સેસન્શ જજ એસ.એમ. પવારે અરજદાર આરોપી હેમરાજભાઇ સુરેશભાઇ બાવડા (ગઢવી) ને રેગ્યુલર જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આરોપી/અરજદાર હેમરાજભાઇ સુરેશભાઇ બાવડા (ગઢવી) વતી એડવોકેટ તરીકે જીતેન્દ્રભાઇ વી. પરમાર, ચિરાગ પી. મેતા, રાજેશ પરમાર, સાગર મેતા રોકાયેલ હતા.

(3:41 pm IST)