Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

શતાબ્‍દી વંદના-પુરાતત્‍વ મહારત્‍ન પી.પી.પંડયા પુસ્‍તક રાજકોટની વિવિધ લાયબ્રેરીમાં ઉપલબ્‍ધ

વાંચકોને લાભ લેવા જયાબેન ફાઉન્‍ડેશનના પરેશભાઇ પંડયાની અપીલ

  રાજકોટઃ સુપ્રસિધ્‍ધ વતન પરસ્‍ત પુરાતત્‍વવિદ શ્રી પી.પી.પંડયા એ પ્રાગૈતિહાસીક, આધ્‍વઐતિહાસીક અને ઐતિહાસીક સમયના ૨૦૦ ઉપરાંત સંશોધનો સૌરાષ્‍ટ્રમાં કર્યા છે. આ સંશોધનો એ સમયે કર્યા કે જયારે અંગ્રેજ સંશોધકો એ જણાવેલ કે સૌરાષ્‍ટ્રમાં કાંઈ પ્રાચીન સંસ્‍કળતિ નથી, પી.પી.પંડયાએ તેઓના મતને ખોટો સાબીત કરી રાષ્‍ટ્રના પુરાતત્‍વ ઈતિહાસમાં સૌરાષ્‍ટ્રને માનભર્યુસ્‍થાન અપાવ્‍યું.
બૌઘ્‍ધગુફા-ખંભાલીડા, ૪૫૦૦ વર્ષ પ્રાચીન હરપ્‍પન સંસ્‍કળતિનુ કિલ્લેબંધ નગર રોજડી (શ્રીનાથગઢ) સહિતની શોધ કરનાર પુરાતત્‍વવિદ પી.પી.પંડયાના દરેક સંશોધનો ઈન્‍ડીયન આર્કયોલોજી-એ રિવ્‍યુ ન્‍યુ દિલ્‍હીના દળદાર ગ્રંથામાં સમાયલ છે.   
પુરાતત્‍વવિદ શ્રી પી.પી.પંડયાના સંશોધન કાર્યોની નોંધ લય, આધ્‍યાત્‍મીક અને શૈક્ષણીકક્ષેત્રે વિશ્વભરમાં આદર પ્રાપ્ત સંસ્‍થા એસજીવીપી , અમદાવાદના અધ્‍યક્ષ પૂજય સ્‍વામી માઘવપ્રિયદાસજીએ તેમને મરણોત્તર પુરાતત્‍વ મહારત્‍ન એવોર્ડઆપ્‍યો. તેમની જન્‍મ શતાબ્‍દી વર્ષ અનુશંધાને આ વતન પરસ્‍ત પુરાતત્‍વવિદ અને તેમના કાર્યો ઉપર ધાર્મીકપુરૂષો,પુરાતત્‍વવિદો, ઈતિહાસવિદો, શિક્ષણવિદો, પત્રકારો, કેળવણી-કલા સાંસ્‍કળતિક ચિંતકો, સાહિત્‍યકારો અન સ્‍વજનોએ૨૦૨૦-૨૧ દરમ્‍યાન લખેલા લેખો તથા પત્રોનો સમાવેશ છે, ઉપરાંત ૧૯૫૦ થી ૧૯૭૩ સુધીના વિશ્વપ્રસિઘ્‍ધ પુરાતત્‍વવિદાઅને વિધ્‍વાનોના લેખ અને પત્રોનો સમાવેશ સાથેનું દળદાર પુસ્‍તક શતાબ્‍દી વંદના-પુરાતત્‍વ મહારત્‍ન શ્રી પી.પી.પંડયા પુસ્‍તક પ્રસિઘ્‍ધ થયુ. જેને ખુબ આદર અને આવકાર મળી રહેલ છે.
 આ પુસ્‍તકને પુરાતત્‍વ પ્રેમીઓ, ઈતિહાસ પ્રેમીઓ, સંશોધકો, અભ્‍યાસુઓ, વિદ્યાર્થીઓ વાંચી શકે તે માટે શ્રી જયાબહેન ફાઉન્‍ડેશન દ્વારા રાજકોટ શહેરની વિવિધ લાયબ્રેરીઓને ભેટ રૂપે આપવામાં આવેલ છે જેમા (૧) શ્રી અરવિંદભાઈ મણીયાર લાયબ્રેરી જ્‍યુબીલી બાગ, (ર) મ્‍યુનિ. કોર્પોરેશન સંચાલિત શ્રોફ રોડ પરની લાયબ્રેરી, (૩) જીલ્લા પુસ્‍તકાલય, માલવીયા ચોક, (૪) મ્‍યુનિ. કોર્પો. અને રોટરી કલબ સંચાલીત, સીવીક સેન્‍ટર, અમીન માર્ગ પરની લાયબ્રેરી, (૫) વોર્ડ નં. ૯ માં મ્‍યુનિ. કોર્પોરેશન દ્વારા બનાવાયેલ અધતન લાયબ્રેરી (૬) શ્રી રામકળષ્‍ણ આશ્રમની લાયબ્રેરીનો સમાવેશ થયેલ છે. વાંચકોને તેનો લાભ લેવા શ્રી જયાબહેન ફાઉન્‍ડેશનના પરેશભાઇ પંડયાએ અપીલ કરેલ છે. પુસ્‍તકનું પ્રાપ્તી સ્‍થાનઃ સંસ્‍કળતિ ટુરીઝમ, પ- સદગુરૂ તીર્થધામ, બીજો માળ, રૈયા રોડ, રાજકોટ પરેશભાઇ પંડયા શ્રી જયાબેન ફાઉન્‍ડેશન રાજકોટ મો.૯૪૨૯૫ ૭૧૬૬૩

 

(10:38 am IST)