Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ થઇ શકે :શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ આપ્યા સંકેત

શિક્ષણ વિભાગ શાળાઓ ખોલવા તૈયાર છે, પરંતુ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને થોડા દિવસ બાદ શરૂ કરવાની વિચારણા

રાજકોટ :આગામી સમયમાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ શરૂ થઈ શકે છે. રાજકોટમાં શિક્ષણપ્રધાન જીતુભાઈ  વાઘાણીએ ધોરણ 1થી 5ના ઓફલાઈન વર્ગો શરૂ કરવાના સંકેત આપ્યા હતા.તેમણે કહ્યું હતું કે, ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓને લઈ જલદી સારા સમાચાર મળશે. ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળના કારણે લાંબા સમયથી નાના બાળકોનું ઓફલાઈન શિક્ષણ બંધ છે. કોરોનાના કેસ હળવા થયા બાદ છઠ્ઠા ધોરણથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ચાલું છે. નાના બાળકોને હજુ પણ ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે.

કોરોના કાળના લાંબા સમય બાદ પ્રાથમિક શાળાઓ ખોલવા સરકાર વિચારણા કરી રહી છે. તેમજ નાના બાળકોના આરોગ્યની સુરક્ષા સાથે તેના ભણતરની સરકારે ચિંતા કરી છે. ગત 10 નવેમ્બરે યોજાયેલી કેબીનેટ બેઠક વિશે પત્રકાર પરિષદને સંબોધતા રાજ્ય સરકારના પ્રવક્તા શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું હતું કે શિક્ષણ વિભાગ શાળાઓ ખોલવા તૈયાર છે, પરંતુ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને થોડા દિવસ બાદ શરૂ કરવાની વિચારણા છે.

(11:13 pm IST)