Gujarati News

Gujarati News

News of Monday, 16th November 2020

શિતળાધારમાં મારામારીમાં પાંચને ઇજા

રાજકોટ : કોઠારીયા સોલવન્ટ શિતળાધારમાં નજીવી બાબતે ચડભડ થયા બાદ ધોકા-પાઇપ ઉલળતાં પાંચને ઇજા થઇ હતી.શિતળાધાર ૨૫ વારીયામાં રહેતાં અને કારખાનામાં મજૂરી કરતાં મુળ યુ.પી.ના સુરેન્દ્ર ભરૂલ ચોધરી (ઉ.૪૦), ચનીબેન સુરેન્દ્ર ચોધરી (ઉ.૩૬), મનોજ ભાલમન ગોતમ (ઉ.૩૦) અને પંકજ સુરેન્દ્રભાઇ ચોધરી (ઉ.૧૫) પર આ વિસ્તારના જ અજય, વકિલ, લાલુ સહિતે ધોકા-પાઇપથી હુમલો કરી ઢીકા-પાટુ મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. સામા પક્ષે મનુ શિવનાથ પટેલ (ઉ.૩૬) પણ ઘાયલ થયો હતો. હોસ્પિટલ ચોકી મારફત આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

(12:36 pm IST)