Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

સ્માર્ટ ઘરનાં લાભાર્થીઓને મકાન ફાળવણીનો મેસેજ મળે કે તુરત જ મહાપાલીકાનો સંપર્ક કરે

રાજકોટ, તા.૧૬: મ્યુ.કોર્પોરેશનની મવડીનાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસેથી રામ-લક્ષ્મણ સ્માર્ટ ઘર આવાસ યોજનાનાં મકાન ફાળવણીનાં મેસેજ લાભાર્થીને મળે કે તુરત જ મહાપાલીકાની મુખ્ય કચેરીનો સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયુ છે.યાદીમાં જણાવાયું છે કે સરકારશ્રીની ૨૦૨૨ સુધીમાં તમામ પરિવારને દ્યર મળે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના અંતર્ગત સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે બનાવવામાં આવેલ સ્માર્ટ દ્યર – ૧,૨,૩ અન્વયે કુલ ૨૧૭૬ આવાસો બનાવવામાં આવેલ છે. આ આવાસ ફાળવણીનો જાહેર કોમ્પ્યુટરાઈઝડ ડ્રો  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે કરવામાં આવેલ હતો. આ ડ્રો માં આવાસ મેળવવા પાત્રતા થયેલ લાભાર્થીઓને એલોટમેન્ટ લેટર આપવાની કામગીરી રાજકોટ મહાનગરપાલિકાના આવાસ યોજના વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. લાભાર્થીઓને આવાસ ફાળવણીમાં સરળતા રહે તે માટે પાત્રતા ધરાવતા તમામ લાભાર્થીઓને મોબાઈલ ફોનમાં મેસેજ કરી રૂબરૂ બોલાવવામાં આવે છે. જે લાભાર્થીઓને આ મેસેજ પ્રાપ્ત થાય તેઓએ કચેરીના કામકાજના સમય દરમ્યાન આવાસ યોજના વિભાગ, બીજો માળ, રૂમ નં.૨, સેન્ટ્રલ ઝોન કચેરી, રાજકોટ મહાનગરપાલિકા, ઢેબરભાઈ રોડ ખાતે સંપર્ક કરવા અંગે ગ્રાહકોને અનુરોધ કર્યો છે.

(4:23 pm IST)