Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના સમુહલગ્ન કામચલાઉ સમિતિના વડપણ હેઠળ થશે

ચુંટણીની સત્તા ચેરીટી કમિશ્નરને છે : કાર્યવાહક કમીટી ઉપરના આક્ષેપો બેબુનીયાદ : સમાજે ગેરમાર્ગે ન દોરવાવુ : સમુહલગ્નનું સમગ્ર આયોજન દાતાઓના સહયોગથી થશે : વિવાદી વાતો સામે જ્ઞાતિ આગેવાનોએ કરેલ સ્પષ્ટતા

રાજકોટ તા. ૧૬ : રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની ચુંટણી અને સમુહલગ્નની વાતને લઇને કેટલીક વિવાદીત વાતો બહાર આવી છે તે સત્યથી વેગડી હોવાનું જ્ઞાતિ આગેવાનોએ જણાવેલ છે.

આ અંગે 'અકિલા' ખાતે સ્પષ્ટતા કરતા આગેવાનોએ જણાવેલ કે નરેશભાઇ પાટડીયાના વડપણ હેઠળ જે કારોબારી ચાલતી હતી તેમની મુદત પુરી થવા છતા તેમના તરફથી ચુંટણી કરવામાં આવેલ નહોતી. તે સંબંધે નામદાર ચેરીટી કમિશ્નર સમક્ષ જરૂરી આદેશ થવા જરૂરી કાર્યવાહી ચાલતી હતી. દરમિયાન ૩૩ મો સમુહલગ્ન નજીક આવતા જે તે કારોબારી તરફથી જનરલ મીટીંગ બોલાવી એવો એજન્ડા પ્રસિધ્ધ કરાયો કે વર્તમાન કારોબારી આ ગુંચ ઉકેલવા શકિતમાન ન હોય રાજીનામાં આપવાનો નૈતિક નિર્ણય  તેઓએ તા. ૧૯-૧૨-૨૦૧૮ ના રાજીનામા આપ્યા બાદ સમુહલગ્ન નજીક આવતા હોય વચગાળાના વહીવટ માટે પ સભ્યોની  નિમણુંક કરેલ અને તેમને ત્યાર બાદ સમુહલગ્ન સારામાં સારી રીતે થાય અને તેના હિસાબો પણ સમાજ સમક્ષ તાત્કાલિક રજુ કરી આપેલ.

ત્યારબાદ ચુંટણી સંબંધે કાર્યવાહી કરવા સામાન્ય સભા બોલાવેલ. દરમિયાન નામદાર ચેરીટી કમિશ્નર દ્વારા કમિશ્નર નીમી ચુંટણીનો આદેશ ફરમાવેલ હોય હવે ચુંટણી સંબંધે કઇ કર્યાવાહી કરવાની થતી હોય તો તે કમિશ્નર દ્વારા ચાલતી હોય છે. આ સંબંધમાં વચગાળાના નિમાયેલ વહીવટકર્તા ચુંટણી કરવા દેતા નથી. તે હકીકત સમાજને ગેરમાર્ગે દોરનારી છે.

કેમ કે કાર્યવાહક કમીટીના સભ્યોને ચુંટણી કરવાનો કોઇ અધિકાર હાલની સ્થિતિએ રહેતો નથી.

રહી વાત જ્ઞાતિના સમુહલગ્નના આયોજનની. તો વર્ષોથી સ્નેહમિલનના દિવસે જ્ઞાતિના સમુહલગ્નની તારીખ નકિક કરવામાં આવતી હોય છે. તે પ્રણાલી મુજબ આ વખતે પણ સ્નેહ મિલનના દિવસે સમુહલગ્નની તારીખ નકકી કરવાનો પ્રસ્તાવ મુકાયો હતો. પરંતુ વ્યકિતગત વિરોધ થતા પહેલા ચુંટણી કરવી અને ત્યારબાદ સમુહલગ્નની તારીખ નકકી કરવી એવુ નકિક કરવામાં આવેલ.

આમ સમુહલગ્નની તારીખ નકકી થઇ શકેલ નહી. નામદાર ચેરીટી કમિશ્નરને પણ સમુહલગ્નની તારીખ જાહેર કરવા પરવાનગી માંગતી અરજી પણ અગાઉથી જ કરેલ હતી. જેથી તેઓશ્રીના હુકમનો કોઇ ભંગ થવાનો પ્રશ્ન જ રહેતો નથી.

આ હકીકત સમાજના વડીલો અને બુધ્ધિજીવીઓના ધ્યાનમાં આવતા તેમના તરફથી જ્ઞાતિના રજી.ટ્રસ્ટના વડપણ હેઠળ નહીં પરંતુ સ્વતંત્ર અલગ કમીટી બનાવી દાતાઓના સહયોગથી સમુહલગ્ન કરવા નકકી કરવામાં આવ્યુ. આ સંબંધની મોટાભાગની કાર્યવાહી પૂર્ણ થઇ. સદરહુ ૩૪ સભ્યોની કમીટી વવચ્ચે સમુહલગ્નના કરીયાવર સિવાયનો ખર્ચ સરખે હિસ્સે ફાળો આપી વહેચી લેવાનો છે. સમાજ જે કઇ ફાળો આપે તે રકમમાંથી દીકરીઓને કરીયાવર આપવામાં આવશે. આ સમિતિ સધ્ધર માણસોની હોય સમાજના પૈસા જોખમાવાનો કોઇ પ્રશ્ન જ રહેતો નથી. વિશાળ સમાજ સમુહલગ્ન સારી રીતે થાય તે માટે સ્વૈચ્છિક દાન આપે તે વાત અમુક વ્યકિતથી દેખી શકાતુ ન હોય સમાજન ગેરમાર્ગે દોરવા જે ખોટી અને ઉપજાવ હકીકતો વહેતી કરાઇ છે તે દુઃખજનક છે.

સમુહલગ્ન અનુસંધાને સમાજની રચાયેલી કમીટીમાં કોઇ હોદેદાર પણ નથી અને કોઇ પ્રમુખ પણ નથી. જેથી કોઇ વ્યકિતને મોટાઇ લેવાનો પ્રશ્ન પણ રહેતો નથી. સમુહલગ્ન બાદ આવક જાવકના હિસાબો કમીટી દ્વારા તાત્કાલીક જાહેર કરી કમીટીનું વિસર્જન કરી દેવામાં આવશે. આમાં કોઇ બેલેન્સ રાખવાની વાત પણ આવતી નથી.

સમાજની દિકરીઓના લગ્ન સારી રીતે થાય તે માટે સૌએ સહયોગ આપવા  અંતમાં ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના કિશોરભાઇ કાટલીયા (મો.૯૮૨૫૪ ૩૦૫૩૧), ગોવિંદભાઇ સરેરીયા (મો.૯૮૨૫૦ ૭૪૫૮૧), નિતિનભાઇ ઘાટલીયા, ઇશ્વરભાઇ ઘાટલીયા, વિનુભાઇ કોશીયા, દિનેશભાઇ ભલસોડ, રમેશભાઇ સોરઠીયા, ભરતભાઇ જાગાણી, દશરથભાઇ ભલગામા, અરવિંદભાઇ પરમાર, બળવંતભાઇ હળવદીયા, અશોકભાઇ ગોહેલ, જયેશભાઇ ચૌહાણ, આશીષભાઇ ગોરવાડીયા, વિઠ્ઠલભાઇ ગોરવાડીયા, દિનેશભાઇ ચૌહાણ, મનસુખભાઇ તલસાણીયા, બળવંતભાઇ ચૌહાણ વગેરેએ અનુરોધ કરેલ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે સ્પષ્ટતા કરતા રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૪)

(4:04 pm IST)