Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

રાજકોટમાં રાજયકક્ષાની ર૬ જાન્યુ. ઉજવણીઃ ૧૬ કમીટીની રચના કરતા કલેકટર

કલેકટરના અધ્યક્ષસ્થાને આજે સવારે તમામ અધિકારીઓની મીટીંગ યોજાઇઃ મુખ્ય સંકલન સમીતીમાં કલેકટર-સીપી-ડીડીઓ-ડીએસપી-મ્યુ. કમિશ્નર તથા એડી. કલેકટરઃ રાજયપાલના એટ હોમ કાર્યક્રમ માટે ચેતન ગણાત્રાને સુપર વીઝનઃ પરેડ-સુરક્ષા અંગે ડીસીપીને હવાલોઃ આમંત્રણ-સ્વાગત-પ્રોટોકોલ માટે સીટી પ્રાંત-૧ને સુકાનઃ વાહનો રીકવીઝીટ માટે આરટીઓને જવાબદારીઃ વિકાસ કામો - લોકાર્પણ - ખાતમુહુર્તો અંગે જીલ્લા ગ્રામ વિકાસ એેજન્સી યાદી તૈયાર કરશેઃ મહેમાનો રહેઠાણ-ભોજન માટે આખુ પુરવઠા તંત્ર લઇ લેવાયું મંડપ-લાઇટ-માર્ગ મા.મ.ના અધીક્ષક ઇજનેરઃ બેઠક વ્યવસ્થા અંગે જીપીસીબીના અધિકારીને સોંપણી

રાજકોટ તા. ૧૬: આ વખતે ર૬ જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની શાનદાર ઉજવણી માટે રાજકોટ પસંદ થયું છે, અને તે સંદર્ભે કલેકટર તંત્રે તડામાર તૈયારીઓ શરૂ કરી છે, અત્રે એ નોંધનીય છે કે, પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી પહેલી વખત થઇ રહી છે. આ સંદર્ભે આજે કલેકટરશ્રી રેમ્યા મોહને સવારે ૧૧-૩૦ વાગ્યા બાદ જીલ્લાના તમામ ખાતાના અધિકારીઓની મહત્વની મીટીંગ બોલાવી હતી અને તેમાં તૈયારીઓ સંદર્ભે જવાબદારીઓ સુપ્રત કરવા અંગે કલેકટરે પોતાના અધ્યક્ષ સ્થાને ૧૬ કમીટીઓની રચના કરી છે, અને દરેક કમીટીના વડા તરીકે હાઇલેવલ અધીકારીઓ અને તેમની નીચેના સ્ટાફને નિમણુંક આપી છે.

મુખ્ય સંકલન કમિતિ

આ કમિતિના અધ્યક્ષ કલેકટર રહેશે અને તેમાં સીપી, ડીડીઓ, મ્યુ. કમીશ્નર, ડીએસપી, પ્રાદેશિક કમિશ્નર નગરપાલીકા નિયામક, એડી. કલેકટર, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક, અને પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરનો સમાવેશ થાય છે.

કરવાની થતી કામગીરીની વિગત

 સમગ્ર કાર્યક્રમના આયોજન અંગેના તમામ નિર્ણયો.

 કાર્યક્રમને અનુરૂપ સ્થળ નકકી કરવાની કામગીરી.

 સ્ટેજ વ્યવસ્થા અને બેઠક વ્યવસ્થા નકકી કરવી.

 સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરવી.

 મીનીટ ટુ મીનીટ કાર્યક્રમની રૂપરેખા નકકી કરવી.

 સ્વાગત કમીટીના સભ્યોની યાદી મંજુર કરવી.

 બેકડ્રોપની ડીઝાઇન નકકી કરવી.

 રાજય સરકારના વિવિધ વિભાગો સાથે જરૂરી સંકલન કરવું.

 સમગ્ર કાર્યક્રમની રૂપરેખાની વિગતો તૈયાર કરી રાજય સરકારની પુર્વ મંજુરી મેળવી યોગ્ય અમલવારી કરવી અને વિવિધ સમિતિઓને જરૂરી કામગીરી સુપ્રત કરવી.

 વિવિધ સમિતિઓની કામગીરી ઉપર દેખરેખ નિયંત્રણ રાખવું.

 કલેકટરશ્રી હસ્તક રાજય સરકારશ્રી દ્વારા મુકવામાં આવેલ ગ્રાન્ટનો ઉપયોગ પરત્વે જરૂરી કામો નકકી કરવા.

એટ હોમ કાર્યક્રમ સમિતિ

આ કમિટીના અધ્યક્ષ ડે. મ્યુ. કમિશ્નર શ્રી ચેતન ગણાત્રા રહેશે, તે ઉપરાંત ડીસીપી, પશ્ચિમ મામલતદાર વિગેરેનો સમાવેશ થાય છે.

રાજયપાલના એટ હોમ કાર્યક્રમમાં આમંત્રણ માટેની મહાનુભાવોની યાદી તૈયાર કરી, ચા, કોફી, નાસ્તા, પાણી, સફેદ નેપકીન, વિગેરે કામગીરીનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત (૩) પરેશ સલામતિ માટે ડીસીપી રાજકોટ ઝોન-૧, અને અન્ય અધીકારીઓ (૪) આમંત્રણ સ્વાગત પ્રોટોકોલ માટે રાજકોટ શહેર પ્રાંત-૧, પુર્વ વિસ્તારના મામલતદાર અને અન્યો. (પ) વાહન રિકીવીઝીટ પાર્કિંગ, ટ્રાફીક કમિટીનો હવાલો રાજકોટ RTO તથા એસીપી ટ્રાફીકને. (૬) મેગા ઇવેન્ટસ કમિટી માટે પ્રાદેશિક નગરપાલિકા અધ્યક્ષ-જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારી, તથા અન્યો રહેશે, ર૬મી પહેલા રપમીએ રાજકોટ તથા જીલ્લાભરમાં મેગા ઇવેન્ટ-વર્કશોપ-સેમીનાર વિગેરે યોજવાનું ફાઇનલ કરાયું છે.

(૭) વિકાસ કામો-લોકાર્પણ ખાત મુહુર્ત કમિટિ

આ કમિટિ અંગે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ઉપરાંત જીલ્લા આયોજન અધીકારી, ભૂસ્તર શાસ્ત્રી આખી યાદી બનાવશે.

(૮) મંપ-લાઇટ-અંગે માર્ગ-મકાનના અધીક્ષક ઇજનેર, પીજીવીસીએલને સુકાન સોંપાયું છે.

જીલ્લા શહેરમાં જાહેર સ્થળો-સ્મારકો-સર્કલ-બાગ-બગીચામભાં રોશની-સુશોભન-ગ્રાઉન્ડ પ્લીથ, લેવલ વિગેરે અંગે ટેન્ડરો બહાર પડાશે.

આ ઉપરાંત અન્ય ૮ સમિતિમાં

(૯) પ્રજાસત્તાક દિન પૂર્વે યોજવામાં આવનાર-કાર્યક્રમોની ઉજવણીની રીપોટીંગ સમિતિ,

(૧૦) સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઉજવણી મહોત્સવ સમિતિ

(૧૧) પીવાના પાણી અંગેની સમિતિ (૧ર) આવનારા મહેમાનો માટે રહેઠાણ-ભોજન-એકોમોડેશન અંગે પુરવઠાને હવાલો

(૧૩) આરોગ્ય સમિતિ માટે જીલ્લા આરોગ્ય અધીકારી અને બે હોસ્પીટલ (૧૪) સ્વચ્છતા-સુશોભન સમિતિમાં નાયબ વન સંરક્ષક અને અન્ય અધીકારીઓ (૧પ) પ્રેસ મિડીયા-માહિતિ-પ્રચાર-પ્રસાર-સમિતિમાં રાજકોટના નાયબ માહિતી નિયામક શ્રી નિરાલા જોષી અને અન્યો તથા ડીઝાસ્ટર સેલ સમિતિમાં મામલતદાર ડીઝાસ્ટર અને પ્રોજેકટ અધીકારીનો સમાવેશ થાય છે.

(4:00 pm IST)