Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

ભારતનગર અને મોમાઇ ચોકમાં આર.સી.સી. રોડનો કામનો પ્રારંભ ખાતમુહૂર્ત

 રાજકોટ શહેરના વોર્ડ નં. ૧પમાં આવેલા ભારતનગર, મોમાઇ ચોકમાં આર.સી.સી. રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અરવિંદભાઇ રૈયાણી તથા કાર્યકારી મેયર અશ્વિનભાઇ મોલીયાના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, સોમાભાઇ ભાલીયા, રત્નાભાઇ મોરી, મયુરભાઇ બથવાર, ભીખુભાઇ ડાભી, ઉજેશભાઇ દેસાણી, વિનોદભાઇ કુમારખાણીયા, અજયભાઇ ચાવડા, વિરમભાઇ રબારી, હસુભાઇ છાટબાર, પુનાભાઇ ડાભી, ધનાભાઇ કોળી આગેવાન, વિઠ્ઠલભાઇ, અનિલભાઇ ભોજાણી, અજયભાઇ લકુમ, બાબુભાઇ લકુમ, કિશોરભાઇ લકુમ, કેશુભાઇ ગોહેલ, ભુરાબાપા ભુવા રબારી, કાળુભાઇ બાવાજી, ગોવિંદભાઇ, અશોકસિંહ, જોગાભાઇ રબારી, રાજુભાઇ વિગેરે તથા બહોળી સંખ્યામાં વિસ્તારવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:57 pm IST)