Gujarati News

Gujarati News

News of Saturday, 16th November 2019

જબ જબ ભારત મેં વીરો કી કથા સુનાયી જાયેગી, રેજાંગલા કી ગૌરવ ગાથા સબસે પહેલે આયેગી...

સોમવારે રાજકોટમાં ઉજવાશે આહિર શૌર્ય દિવસ

રેજાંગલા લડાઈ લડેલા કેપ્ટન રામચંદ્ર યાદવ અને હવાલદાર રામપાલ યાદવ તેમજ આહિર સમાજના મંત્રીઓ - ધારાસભ્યો પણ ઉપસ્થિત રહેશે : ભાઈઓને સફેદ વસ્ત્રોમાં અને બહેનોને પણ આમંત્રણ : હજારોની સંખ્યામાં આહિર સમાજના ભાઈ - બહેનોની હાજરી : વર્લ્ડ રેકોર્ડ માટે એપ્લાય : રેજાંગલા યુદ્ધના શહીદો અને તમામ શહીદો આશરા ધર્મ માટે બલિદાન આપનાર આહિર માતાઓ - વીરસપુતો શૂરવીરોને ગર્વભેર યાદ કરી શ્રદ્ધાંજલી અપાશે : માયાભાઈ આહિર - રાજભા ગઢવી - દેવાયત ખાવડ - કિર્તીદાન ગઢવી શહિદોની શૌર્યગાથા રજૂ કરશે

રાજકોટ, તા. ૧૬ : શહેરમાં ૧૮મી નવેમ્બરના સોમવારના આહિર શૌર્ય દિવસ ઉજવવામાં આવશે.આ કાર્યક્રમમાં રેજાંગલા યુદ્ધના શહીદો અને તમામ શહીદો આશરા ધર્મ માટે બલિદાન આપનાર આહિર માતાઓ - વીર સપૂતો શૂરવીરોને ગર્વભેર યાદ કરી રેસકોર્ષના આંગણે શ્રદ્ધાંજલી પાઠવવામાં આવશે.

આહિર સમાજ વિશ્વ રેકોર્ડ સર્જશે. જેના માટે એપ્લાઈ કરવામાં આવેલ છે.  આ કાર્યક્રમમા શહીદ થયેલ સૈનિકોની શૌર્ય ગાથા કલાકારો માયાભાઇ આહિર, રાજભા ગઢવી, દેવાયત ખવડ તેમજ કીર્તીદાન ગઢવી દ્વારા રજૂ કરવામાં આવશે. તેમ અકિલા કાર્યાલયે આવેલા આહિર સમાજના આગેવાનોએ જણાવ્યુ હતું.

આ કાર્યક્રમમાં કેન્દ્રિય મંત્રીશ્રી રાવ ઇન્દ્રજીતસિંહ, કેબિનેટ મંત્રી અને ગુજરાત આહિર સમાજ પ્રમુખશ્રી જવાહરભાઈ ચાવડા, રાજયકક્ષાના મંત્રીશ્રી વાસણભાઈ આહિર, સાંસદશ્રી પુનમબેન માડમ, ધારાસભ્યશ્રીઓ વિક્રમભાઈ માડમ, ભગવાનભાઈ બારડ, અમરીશભાઈ ડેર, ચેરમેન મુળુભાઇ બેરા, રાજસીભાઈ જોટવા, રવિ યાદવ (મુંબઈ) તેમજ હરિયાણા, દિલ્લી, મુંબઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

'રેજાંગલા લડાઈ લડેલા કેપ્ટન રામચંદ્ર યાદવ, હવાલદાર રામપાલ યાદવ વિશેષ ઉપસ્થિત રહેશે.'

તા.૧૮/૧૧/૧૯૬૨ના ચીન સાથે થયેલ રેજાંગલા યુદ્ધમાં શહીદી વ્હોરેલા ૧૧૪ આહિર વીર જવાનોમાં ભારતી માટે રાષ્ટ્રરક્ષા,ધર્મરક્ષા આશરા ધર્મ માટે જેઓએ પોતાની પ્રાણ પરવા કે ખેરવા કર્યા વગર હસ્તે મુખે બલિદાન આપ્યા અને આ વીર સપૂતો એ આહિરકુળની ઊજળી પરંપરાને સવાઇ કરી છે, આવા દરેક શહીદો અને માતાઓ તથા સપૂતોને શ્રદ્ધાંજલી આપવા આહિર સમાજ દ્વારા આહિર શૌર્ય દિનની ઉજવણી થવા જઈ રહી છે.

રાજકોટના રેસકોર્ષ મેદાન ખાતે હજારો આહિરો પરંપરાગત સફેદ વસ્ત્રોમાં ૧૮મીએ સોમવારે રેસકોર્ષ મેદાન ખાતે બપોરે ૨ કલાકે શ્રદ્ધાંજલી પાઠવવા ઉમટશે. આ સાથે જ હજારોની સંખ્યામાં સફેદ વસ્ત્રો સાથે શ્રદ્ધાંજલી આપવા આહિર સમાજ વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડમાં રેકોર્ડ પ્રસ્થાપિત કરશે.

રેજાંગલા પર ચીન સામેની લડાઈમાં ભારતના ૧૨૪ સૈનિકોએ ચીનના ૩૦૦૦ સૈન્ય સામે યુદ્ઘ લડ્યા હતા, જેમાં આ ચીનના ૧૪૦૦થી વધુ સૈનિકોનો ખાતમો કરેલ ચીન પાસે તે સમયે મશીનગન જેવા હથિયારો હતા અને ભારત સૈનિકો પાસે રાઇફલ હતી. હથિયારોનો દારૂગોળો પૂરો થયા પછી તેમના હથિયારોના આગળના ભાગના છરાઓ વડે અને તેનો લાકડી તરીકે ઉપયોગ કરી અને છેલ્લે દંડયુદ્ધ કરીને પણ આવડી ઊચાઇ અને માઇનસ ડિગ્રીના તાપમાનમાં લડાઈ લડીને અને છેવટે ચીને આ યુદ્ધને વિરામ આપ્યું. આ ચોકી પર ભારતીય સેનાએ જીત મેળવી હતી. ચીનના ૧૪૦૦થી વધુ સૈનિકોનો ખાતમો કરી આ લડાઈમાં ભારતના ૧૧૪ વીર સૈનિકો શહિદ થયા હતા . જે તમામ આહિરો હતા દેશ માટે આહિર સમાજના શૂરવીરોએ રાષ્ટ્રરક્ષા માં પ્રથમ વિશ્વ યુદ્ધ, દ્વિતીય વિશ્વ યુદ્ધ, ૧૯૪૮ બળગાવ,૧૯૬૧ ગોવા લિબ્રેશન, ૧૯૬૨માં રેજાંગલા, ૨૬/૧૧ મુંબઈ હુમલો, સાંસદ હુમલો, અક્ષરધામ હુમલો, પુલવામાં થયેલ હુમલો આ તમામ જગ્યા એ માં ભોમની રક્ષા કાજે જેમને પોતાનો પરિવાર મૂકી દીધા છે, તેવા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે ગુજરાત આહિર શૌર્ય દિવસ સમિતિ દ્વારા રેસકોર્ષ મેદાન ખાતે શ્રદ્ધાંજલી પાઠવશે.

આ ઉપરાંત ભારતીય સેનાને કોઈપણ સમયે બ્લડ જરૂરિયાત ઊભી થાય તે માટે આહિર શૌર્ય સમિતિ દ્વારા એક એપ્લિકેશન તૈયાર કરી છે, તેમાં બ્લડ આપવા તૈયારી દાખવનાર વ્યકિતના નામ, સરનામું, બ્લડ ગ્રુપ, ફોન નંબર સાથેની સંપૂર્ણ માહિતી તૈયાર કરી જરૂર સમયે બ્લડ સૈનિકો માટે પૂરૃં પાડી શકશે.

આહિર સમાજના ઇતિહાસ તરફ એક નજર કરવામાં આવે તો માતૃશ્રી રામબાઇમાં (વવાણીયા), અમરમાં (પરબધામ), દેવાયતઆપા બોદર, રાધાબાપા ભમર,સાદુળબાપા ભમર, ભોજાબાપા મકવાણા, વિહાબાપા ડેર, ખીમરો લોડણ, ભુવડબાપા ચાવડા, ડગાઈચાદાદા ડાંગર, નોડાબાપુ ડાંગર, નાગાજનબાપુ સબાડ, આપા દેહા(ગરણી), આપા મેરામ (દરેડ), સામતબાપુ લોખિલ, મેપાબાપુ મોભ, નગાબાપુ હુંબલ, ભિમાબાપુ ગરણીયા, દલાદાદા છૈયાં, રતાબાપુ સોનારા,નાગાજનબાપુ જીલરિયા, હાજાબાપુ નંદાણિયા, જેવા મહાન સંતો-શૂરવીરો એ કોઈએ ધર્મ માટે તો કોઈએ ગાયો કે ગામના રક્ષણ માટે બહેન-દીકરીની ઇજ્જત માટે પોતાના પ્રાણ આપ્યા અને રાષ્ટ્ર માટે સમર્પિત થયા, એવા શૂરવીરોની શૌર્યતાને યાદ કરવા,દાતારીના ગુણગાન ગાવા માટે અને વંદન કરવા માટે આ શૌર્યદિનનું આયોજન કરાયુ છે.

આ કાર્યક્રમ મા શહીદ થયેલ સૈનિકોની શૌર્ય ગાથા કલાકારો માયાભાઇ આહિર, રાજભા ગઢવી,દેવાયત ખવડ તેમજ કીર્તીદાન ગઢવી. દ્રારા બપોરે ર કલાકે રજૂ કરવામાં આવશે.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી રાવ ઇન્દ્રજીતસિંહ, કેબિનેટ મંત્રી શ્રી અને ગુજરાત આહિર સમાજના પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડા,રાજય કક્ષાના મંત્રી શ્રી વાસણભાઈ આહિર, સાંસદ શ્રી પુનમબેન માડમ, ધારાસભ્યો વિક્રમભાઈ માડમ, ભગવાનભાઈ બારડ, અમરીશભાઈ ડેર, રવિ યાદવ(મુંબઈ),અનિલ યાદવ, મુકેશ યાદવ, ચેરમેન મુળુભાઇ બેરા,રાજસિંહભાઈ જોટવા,આરતીસિંહ રાવ, લાભુભાઈ ખીમણિયા,નાગદાનભાઈ ચાવડા,ઉદયભાઈ કાનગડ,અર્જુનભાઈ ખાટરીયા, વેજાબાપા રાવલિયા, ભાનુભાઈ મેતા તેમજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ના આહિર સમાજના આંગેવાનો અને દિલ્લી,હરિયાણા,ઉતરપ્રદેશ,બિહાર,મુંબઈ થી આહિર સમાજના આગેવાનો હાજર રહેશે.

આ શૌર્ય દિવસને સફળ બનાવવા માટે ઘનશ્યામભાઈ હેરભા, પ્રદીપભાઇ ડવ, શૈલેષભાઈ ડાંગર,  દિલીપભાઇ બોરીચા, અર્જુનભાઈ ડવ, હિરેનભાઇ ખીમણિયા, હેમતભાઈ લોખિલ, ખોડુભાઈ સેગલિયા,   મુકેશભાઇ ચાવડા, લાલાભાઈ હુંબલ,પ્રવીણભાઈ સેગલિયા, કરશનભાઇ મેતા,જેઠુરભાઈ ગુજરીયા, ચંદુભાઈ મિયાત્રા, રોહિત ચાવડા,મનવીર ચાવડા, વિમલ ડાંગર, પ્રવીણભાઈ મૈયડ, અજય ખીમણિયા, મૌલિક રાઠોડ, પ્રભાતભાઈ ડાંગર, કમલેશ કોઠીવાર, ભરતભાઇ સવસેટા, રમેશ બાલાસરા,સુરેશભાઇ રાઠોડ, જયદીપ ડવ, જે.ડી.ડાંગર, હિતેશ ચાવડા, વિક્રમ ડાંગર, સુરજ ડેર, જે.ડી. જાદવ, સુરેશ ગેરૈયા, કરણ લાવડીયા, અશ્વિનભાઈ બકુત્રા, રાજાભાઈ ચાવડા, જહેમત ઉઠાવી રહ્યા છે.

આ કાર્યક્રમમાં સર્વશ્રી ભરતભાઈ ડાંગર, ભીખુભાઈ વારોતરીયા, વરજાંગભાઈ જીલરીયા, સર્વશ્રી જીવણભાઈ કુંભારવાડીયા, શ્રી હડીયા, બાબભાઈ હુંબલ, રઘુભાઈ હુંબલ, બાબાભાઈ ડાંગર, માસાભાઈ ડાંગર, ગેમાભાઇ ડાંગર, સામતભાઈ જારીયા, લાખાભાઈ જારીયા, વિક્રમભાઈ કટાર, કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ ડેર, કીરીટભાઈ હુંબલ, મુળુભાઈ કંડોળીયા, મેરામણભાઈ ગોરીયા, રાજશીભાઈ આંબલીયા હાજર રહેશે. વધુ વિગત માટે મો. ૯૯૭૯૭ ૧૭૭૦૫, ૮૨૦૦૫ ૯૪૬૬૮ ઉપર સંપર્ક કરી શકાય છે.

તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે આહિર શૌર્ય દિવસ અંતર્ગત વિગતો વર્ણવતા આહિર સમાજના આગેવાનો સર્વશ્રી ઘનશ્યામભાઈ હેરભા, શૈલેષ ડાંગર, પ્રદિપ ડવ, દિલીપભાઈ બોરીચા, અર્જુનભાઈ ડવ સહિતના આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(11:44 am IST)