Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

રાજકોટમાં ફરી સ્પા સેન્ટરો મોટાપાયે દરોડા, 18 વિદેશી યુવતીઓ ઝડપાઇ

શહેરના સ્પા સેન્ટરોમાં પોલીસની તવાઈ :સાત જેટલા સ્પા સેન્ટરો ઝપટે

રાજ્યમાં ગેરકાયદેસર સ્પાના રાફડા ફાટ્યા હોય તેમ આજે વલસાડ બાદ રાજકોટમાં ચાલતા સ્પામાં પોલીસે વ્યાપક દરોડા પાડ્યા હતા, જેમાં 18 વિદેશી યુવતીઓ ઝડપાઇ હતી

   મળતી વિગતો મુજબ શહેરમાં ચાલતા સ્પા સેન્ટરો પર દરોડા કામગીરી હાથ ધરાઇ હતી, જેમાં પર્પલ સ્પા, બોસ સ્પા, પરેડાઇઝ સ્પા, ન્યૂ પેરેડાઇઝ સ્પા, ગોલ્ડ સ્પા સહિત 7 સ્પા સેન્ટરો પર દરોડા કામગીરી હાથ ધરાઇ હતી, દરોડા દરમિયાન 18 જેટલી વિદેશી યુવતીઓ સ્પામાં કામ કરતી હોવાનું સામે આવ્યું હતું

 . દરોડા બાદ પોલીસ તમામ વિદેશી યુવતીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી.વિદેશી યુવતીઓ વિઝા લઇને આવી છે કે કેમ તથા તેમની પાસેથી કાગળની તપાસ કરવામાં આવશે, જો તેમાં કોઇ વાંધાજનક જણાશે તો કાયદેસરની કામગીરી હાથ ધરાશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ રાજકોટ પોલીસે મોટાપાયે સ્પા સેન્ટરો પર દરોડા પાડ્યા હતા, જેમાંથી 45 જેટલી વિદેશી યુવતીઓની અટકાયત કરવામાં આવી હતી, આ યુવતીઓ પાસેથી યોગ્ય ડોક્યુમેન્ટ ન મળતાં તેઓને પરત મોકલી દેવામાં આવી હતી.

(10:57 pm IST)