Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

કોથળામાં ૩પ કિલો મગફળી ન સમાય તો ઓછી ભરવા સરકારે છૂટ આપી

વધારાનો બારદાન અને પરિવહન ખર્ચ ભોગવવા રાજય સરકાર તૈયાર : સિલાઇ સરળતાથી થવી જોઇએઃ ૩૦ કિલોથી ઓછી ન ભરવા સૂચના

રાજકોટ, તા. ૧૬ :  રાજ્‍ય સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદી ગઈકાલથી શરૂ કરતા ઘણા સ્‍થાનો પર બારદાનમાં મગફળી ભરવાના વજન બાબતે વિવાદ થયેલ. સરકારે જ્‍યાં ૩૫ કિલો મગફળી સમાઈ શકે તેમ ન હોય ત્‍યાં તેનાથી ઓછી મગફળી ભરવાની છૂટ આપતી મૌખિક સૂચના જે તે જિલ્લા તંત્રને આપ્‍યાનું જાણવા મળે છે.

હાલ નિયમ મુજબ દરેક બારદાનમાં (કોથળામાં) ૩૫ કિલો મગફળી ભરવી ફરજીયાત છે. જો મગફળી મોટા કદની હોય તો ૩૫ કિલો સમાવવા માટે ઠાંસીઠાંસીને ભરવી પડે છે અને તેના કારણે સિલાઈ કરવામાં મુશ્‍કેલી પડે છે તેવી ખેડૂતોએ રજુઆત કરેલ. આ મુદ્દે ગઈકાલે ઘણા ખરીદ કેન્‍દ્રો પર માથાકુટ થઈ હતી. સરકારે ખેડૂતોની લાગણી ધ્‍યાને રાખી જ્‍યાં કોથળામાં ૩૫ કિલો મગફળી સમાઈ શકે તેમ ન હોય ત્‍યાં થોડી ઓછી મગફળી ભરવાની છૂટ આપી છે. આ છૂટ પછી ૩૦ કિલોથી ઓછી મગફળી ભરી શકાશે નહિં. જરૂરીયાતના સંજોગોમાં નિヘતિ ૩૫ કિલોના બદલે ૩૦ થી ૩૫ કિલો વજન સુધીના કોથળા માન્‍ય ગણવા સરકારે સૂચના આપ્‍યાનું સરકારી સૂત્રો જણાવે છે. જરૂર પડયે આ અંગે લેખીત સૂચના અપાશે.

સરકારની છૂટછાટના પગલે જે વધારાના બારદાનનો ખર્ચ થશે તેમજ પરિવહનનો ખર્ચ થશે તે રાજ્‍ય સરકાર માથે આવશે.

(4:01 pm IST)