Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

બગીચાઓના નીભાવ પાછળ ૧૯ લાખનો ખોટો ખર્ચઃ ગાંધી મ્યુઝિયમના સંચાલન પાછળ ૭૦ લાખ ખર્ચવા અયોગ્યઃ સ્ટેન્ડીંગ કમિટિમાં કોંગ્રેસનો વિરોધ

ખર્ચાળ દરખાસ્તોનો વિરોધ કરતા કોંગ્રેસના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજા

રાજકોટ, તા. ૧૬ :. મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલી સ્ટેન્ડીંગ કમિટિમાં ખર્ચાળ દરખાસ્તોનો વિરોધ કોંગ્રેસના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ કર્યો હતો. જેમાં ગાંધી મ્યુઝિયમના સંચાલનનો ૭૦ લાખનો ખર્ચ તથા વિવિધ બગીચાઓના નિભાવ પાછળ ૧૯ લાખના ખર્ચના થર્ડ પાર્ટી ઈન્સપેકશનની ફી ચુકવવાની દરખાસ્તોનો વિરોધ નોંધાવ્યો હતો.

આ અંગે ઘનશ્યામસિંહ જાડેજા (વોર્ડ નં. ૧૧)ની યાદીમાં જણાવ્યા મુજબ આજની સ્ટેન્ડીંગ કમિટિમાં રૂ. ૨૬ કરોડના જંગી ખર્ચે બનાવાયેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમના સંચાલન પાછળ રૂ. ૭૦ લાખનો માતબર ખર્ચ કરવાને બદલે કોર્પોરેશને જાતે સંચાલન કરવુ જોઈએ અને આવા ખોટા ખર્ચનો બોજો પ્રજાની તિજોરી પર નાખવો ન જોઈએ. તેથી આ દરખાસ્તનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આજની બેઠકમાં શહેરના ૬ જેટલા બગીચાઓના નિભાવ પાછળ થયેલ કુલ ૧૯.૧૧ લાખના ખર્ચનું થર્ડ પાર્ટી ઈન્પેકશન ૦.૭૦ ટકા પ્લસ જીએસટીનો ચાર્જ ચુકવી અને કરાવવાની દરખાસ્તનો પણ વિરોધ દર્શાવાયો છે કેમ કે માત્ર ૬ બગીચાના નિભાવ પાછળ ૧૯ લાખ જેવો માતબર ખર્ચ અયોગ્ય છે.

(3:53 pm IST)