Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સફાઈ કામદારોના ડ્રેસ માટે કેન્દ્ર સરકારના ભાવ અત્યંત વધુઃ રીટેન્ડર કરવા સ્ટેન્ડીંગ કમિટીની ભલામણઃ દરખાસ્ત પરત

સ્ટેન્ડીંગ કમિટિમાં કુલ ૪૨ દરખાસ્તોનો નિર્ણય લઈ ૧૬ કરોડના વિકાસ કામો મંજુર

રાજકોટ, તા. ૧૬ :. આજે સવારે મળેલી મ્યુ. કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટિમાં કુલ ૪૨ દરખાસ્તો અંગે નિર્ણય લઈ રૂ. ૧૬ કરોડના વિવિધ વિકાસ કામોને લીલીઝંડી આપવામાં આવી હતી. જો કે આજની બેઠકના એજન્ડામાં રહેલી સફાઈ કામદારોને ડ્રેસનો કોન્ટ્રાકટ કેન્દ્ર સરકારની એજન્સીને આપવાની દરખાસ્તને મ્યુ. કમિશ્નર તરફ પરત મોકલી અને રીટેન્ડર કરવા ભલામણ કરાઈ હતી. જ્યારે બાકીની ૪૧ દરખાસ્તો મંજુર કરી દેવાઈ હતી.

આ અંગે વિસ્તૃત માહિતી આપતા સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન ઉદયભાઈ કાનગડે જણાવ્યુ હતુ કે, આજની કમિટિના એજન્ડા નં. ૭મા સફાઈ કામદારોને ડ્રેસ આપવા માટેનો કોન્ટ્રાકટ દિલ્હીની કેન્દ્ર સરકારની એજન્સીને આપવા મ્યુ. કમિશ્નર તરફથી દરખાસ્ત રજુ થયેલ. પરંતુ આ ડ્રેસનો ભાવ અત્યંત વધારે હોય જેમાં મહિલા અને પુરૂષ બન્ને સફાઈ કામદારોને મળી કુલ ૧૯૭૨ સફાઈ કામદારો માટે ૧.૮૪ કરોડનો ખર્ચ મંજુર કરવા દરખાસ્ત હતી પરંતુ રાજકોટ શહેરમાં સ્થાનિક કક્ષાએ આનાથી ઓછા ખર્ચે સફાઈ કામદારોના ડ્રેસ પ્રાપ્ત થઈ શકે હોય ખોટો ખર્ચ બચાવવા આ અંગે રીટેન્ડર કરવા સ્ટેન્ડીંગ કમિટિએ ભલામણ કરી અને મ્યુ. કમિશ્નર તરફ આ દરખાસ્ત પરત મોકલી દેવાઈ હતી.

આ ઉપરાંત આજની સ્ટેન્ડીંગ કમિટિમાં ૩.૭૩ લાખની તબીબી સહાયની, ૭૯ લાખની વોટર વર્કસની, ૬.૯૬ લાખના ડ્રેનેજ કામો, ૫.૯૫ લાખના રસ્તા કામો, ૩૫.૯૧ લાખની પાઈપ-ગટર સહિત કુલ ૧૬.૯૭ કરોડના વિકાસ કામો મંજુર કરવામાં આવ્યા હતા.

(3:52 pm IST)
  • રાજપીપળામાં બનશે નવુ એરપોર્ટ : ધોલેરા- રાજકોટ બાદ રાજપીપળામાં બનશે નવુ એરપોર્ટઃ સ્ટેચ્યું ઓફ યુનિટીના પ્રવાસનને વેગ માટે નિર્ણયઃ એરપોર્ટના નિર્માણમાં એરપોર્ટ ઓથોરીટી આપશે સહયોગ access_time 1:39 pm IST

  • બનાસકાંઠા : ડીસાના વિઠોદર ગામના દલિતોને વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં મંદિરમાં પ્રવેશ અપાયો:થોડા દિવસ અગાઉ આગમાતાના મંદિરમાં દલિતોને પ્રવેશ ન આપવાની બાબતે નોંધાઈ હતી ફરિયાદ : ડીસા મામલતદારની આગેવાનીમાં ગામના તમામ કોમના લોકોએ સાથે મળી દલિતોને કરાવ્યો મંદિર પ્રવેશ access_time 3:02 pm IST

  • મુસ્લિમો પર અત્યાચાર મામલે ચીનને ઘેરવા ૧૫ દેશોના રાજદૂતોની યોજના : કેનેડાની આગેવાનીમાં ચીનમાં ૧૫ દેશોના દૂતાવાસોએ ૧૦ લાખથી વધુ મુસ્લિમોને અટકાયતમાં રાખવા મામલે સરકારને પત્ર મોકલવાની યોજના ઘડી, શિનજિયાંગમાં ઉઈઘર મુસ્લિમો પર થતાં અત્યાચારના સંયુકત રાષ્ટ્રના અહેવાલ બાદ વિવિધ દેશોના રાજદૂતો ચીનથી ખફા access_time 3:18 pm IST