Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

જ્ઞાનના દિવ્‍ય પ્રકાશને આંતર ચતુર્થી પામવા સાહિત્‍ય અસરકારક માધ્‍યમ

રાષ્‍ટ્રીય ગ્રંથાલય સપ્‍તાહની દેશભરમાં થઇ રહેલ ઉજવણી

રાજકોટ : આજે સમગ્ર રાષ્‍ટ્ર માં ગ્રંથાલય સપ્‍તાહ ની ઉજવણી થઇ રહી છે. મનુષ્‍યને પોતાના આંતરચક્ષુ વડે જ્ઞાનના દિવ્‍ય પ્રકાશને પામવા માટે સાહિત્‍ય જ અસકારક અને પ્રબળ માધ્‍યમ રહ ેછે . નારદ સ્‍મૃતિ પુરાણમાં કહેવાયું છે કે જો બ્રહ્માએ લખન કાર્ય દ્વારા ઉતમ નેત્રનો વિકાસ ન  કર્યો હોત તો ત્રણેય લોકમાં શુભ  ગતિ પ્રાપ્ત ન થઇ હોત.

ભારતીય લેખનકલા વિશ્વની સોૈથી પ્રાચીન લેખનકલા મનાય છે. ઋગ્‍વેદ વિશ્વનો સોૈથી પ્રાચીન ગ્રંથ મનાય છે. અરબી ભાષામાં પણ એક કહેવત છે કે ‘‘ પુસ્‍તક એ ખિસ્‍સામાં રાખેલો બગીચો છે.'' વાંચન પ્રત્‍યે લોકોમાં અભિરૂચિ કેળવાય એ હેતુસર ૧૪ થી ૨૦ નવેમ્‍બર રાષ્‍ટ્રીય ગ્રંથ સપ્‍તાહની ઉજવણી કરવામાં આવે છે.

અમદાવાદમાં શ્રી ફાર્બસ દ્વારા ‘‘ ગુજરાત વર્નાકયુલર સોસાયટી'' ની સ્‍થાપના બાદ ૧૮૯૪ માં લાઇબ્રેીની પ્રવૃતિ શરૂ કરવામાં આવી. સ્‍વતંત્રતા પછી ગ્રંથાલય પ્રવૃતિને વેગ મળતો થયો. પ્રથમ પંચવર્ષીય યોજનામાં ઇન્‍ટીગ્રેટેડ લાઇબ્રેરી સર્વિસ પર વધારે ઝોક મુકવામાં આવ્‍યો ત્‍યારબાદ તો સરકારી અને. ખાનગી અનેક ગ્રંથાલયો અસ્‍તિત્‍વમાં આવ્‍યા. સામયિકો અને અન્‍ય પુસ્‍તકોના વાંચનથી ભૂત, ભવિષ્‍ય અને વર્તમાન સમયની માહિતી તેમજ દેશ-વિદેશ ની માહિતી પણ પ્રાપ્ત કરી શકાય છે. દરેક ગામ-શહેરમાં હવે  તો અનેક  પુસ્‍તકાલયો અસ્‍તિત્‍વમાં છે. તે ઉપરાંત આધુનિક ટેકનોલોજીના સમયમાં તો આંગળીની એક કિલકથી મોબાઇલ અથવા તો કોમ્‍પ્‍યુેટરમાં વર્તમાનપત્રો, સામયિકો અને અન્‍ય વાંચનનો ખજાનો મળી રહે છે. આધુનિક ટેકનોલોજી દ્વારા સમગ્ર દુનિયા ની માહિતી પળવારમાં પ્રાપ્ત કરી શકાય છે.

આ સપ્‍તાહ દરમિયાનસરકાર દ્વારા, ખાનગી સંસ્‍થાઓ, શૈક્ષણિક સંસ્‍થાઓ વગેરે દ્વારા ચાલતા ગ્રંથાલયો તેમજ સાર્વજનિક ગ્રંથાલયો દ્વારા પુસ્‍તક મેળા, પુસ્‍તક વાંચન, પુસ્‍તક યાત્રા વગેરે કાર્યક્રમો દ્વારા લોકોને વાચન પ્રત્‍યે વધારે રૂચી કેળવાય તે હેતુ માટે અનેક પ્રયાસો કરાય છે.

આજે જ સંકલ્‍પ કરીએ કે ઓછામાં ઓછું એક પુસ્‍તક આ સપ્તાહ દરમિયાન વાંચીએ અને અન્‍ય એકને વંચાવી. આ પરંપરા સદાચાલુ રાખી વૈચારિક સમૃદ્ધ નાગરિકત્‍વનું  ઋણઅદા કરી ને દેશને આગળ વધારવામાં પોતાનો અમુલ્‍ય ફાળો આપીએ. એ જ રાષ્‍ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણીની સાચી સાર્થકતા ગણાશે.

     ડો.રાજેશ એચ. ત્રિવેદી,

 લાયબ્રેરીયન, પી.ડી.યુ.  મેડીકલ  કોલેજ

 મો. ૯૮૯૮૦૨૭૫૧૪

(3:26 pm IST)