Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

સંજયભાઇ રાજગુરૂ કોલેજ દ્વારા સેવા કાર્ય

રાજકોટ :  ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથીઇજનેરી શિક્ષણ ક્ષેત્રે આગવુ  સ્‍થાન ધરાવતી સંજયભાઇ રાજગુરૂ કોલેજઓફ ડીપ્‍લોમા ંએન્‍જીનીયરીંગ દ્વારા કોલેજ માં અભ્‍યાસકરતા વિદ્યાર્થીઓન ેકોલેજ દ્વારા દિવાળી પર્વની ઉજવણીના ભાગરૂપે અલગ અલગ ડીપાર્ટમેન્‍ટ નાવિદ્યાર્થીઓને પ્રયાસ- પેરેન્‍ટ્‍સ એસોસિએશન ખાતે માનસિક રીતે ક્ષતિગ્રસ્‍ત બાળકોને સમાજમાં પોતાની આગવીઓળખ પ્રાપ્ત કરવા મદદરૂપ થાય છે. મુલાકાત દ્વારા કોલેજના વિદ્યાર્થીઓમા ંસામાજીક કાર્યો કરવા અંગેની ભાવનાની કેળવણી તથા ખરા અર્થમાં દિવાળી પર્વની ઉજવણી કઇ રીતે થઇ શકે તેવોસંદેશ આપવાના હેતુથી આયોજન કરવામાં આવ્‍યું હતું પ્રયાસ-પેરેન્‍ટસ એસોસિએશન સંસ્‍થા દ્વારા માનસિક ક્ષતિગ્રસ્‍ત બાળકોને પોતાના પગભર થવામાં મદદરૂપ થવાનો ઉત્તમ પ્રયાસકરવામાં આવે છે.જેના માટેસંસ્‍થા આવા બાળકોના પરિવારને યોગ્‍ય સહકારભર્યુ વાતાવરણ પુરૂ પાડવા માટે માનસિક, ભાવનાત્‍મક, સામાજીક, શૈક્ષણીક અને તબીબી ધોરણેસહયોગપુરો પાડેછે. વિદ્યાર્થીઓમાં આ વિઝીટ અને તાલીમ થી તેના સામાજીક જ્ઞાનમાં વધારો થાય અને સામાજીક ગુણોનો વિકાસથાયતેવા ઉદેશથી સંસ્‍થાનાચેરમેન ઇન્‍દ્રનીલભાઇ રાજગુરૂ, ડીગ્રી કોલેજના પ્રિન્‍સીપાલ નવનીત ઘેડીયા, સાયન્‍સકોલેજના પ્રિન્‍સીપાલ ડો. નિમીષ વસોયા તથા ડીપ્‍લોમા કોલેજના પ્રિન્‍સીપાલ ઋષિરાજ બોરીસાગર અને સ્‍વીટી લાલાણી, સની વાછાણી, નયન ટાઢાણી, ધર્મિષ્‍ઠા દેવમુરારીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડેલ.

(3:26 pm IST)