Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

રઘુવંશી પરિવાર દ્વારા જલારામ જયંતિની ઉજવણીઃ ૮ હજાર ભાવીકોએ પ્રસાદનો લાભ લીધો

રાજકોટઃ રઘુવંશી પરિવાર દ્વારા પૂ.જલારામ બાપાની ૨૧૯મી જન્મ જયંતિની ઉજવણી જાગનાથ મંદિર ચોકમાં હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, જેષ્ટારામ નથવાણી, પરેશભાઈ વિઠ્ઠલાણીની આગેવાનીમાં ઉજવવામાં આવેલ. આ કાર્યક્રમમાં ૮ હજાર ભકતોએ પ્રસાદ ગ્રહણ કરેલ.

આ કાર્યક્રમની વ્યવસ્થા યુવા ટીમ કૌશીકભાઈ માનસતા, ઉમેશભાઈ સેદાણી, કલ્પેશભાઈ તન્ના, કલ્પેશભાઈ બગડાઈ (શોપીંગ પોઈન્ટવાળા), કાનાભાઈ સોનછત્રા, નીશીથભાઈ જીવરાજાની, ધનેશભાઈ જીવરાજાની, હિમાંશુ કારીયા, અશ્વિન જોબનપુત્રા, મયંકભાઈ પાઉં, વિપુલભાઈ મણીયાર, સંદિપભાઈ મણીયાર, ધવલભાઈ પાબારી, અનિલભાઈ ખેતાણી, કીરીટભાઈ કેશરીયા, ચિરાગભાઈ બલદેવ વિગેરેએ સંભાળેલ હતી. સ્ટેજ સુશોભનમાં મેહુલભાઈ નથવાણી, સિધ્ધિ વિનાયક મંડપ રાચ્છએ મંડપ વ્યવસ્થામાં સહકાર આપેલ.

રઘુવંશી પરિવાર મહિલા મંડળના પ્રમુખ પ્રિતીબેન પાઉં તથા મનીષાબેન ભગદેવ, તરૂબેન ચંદારાણાની આગેવાનીમાં આરતી સુશોભન તથા વેશભુશાના કાર્યક્રમ ખુબ જ સારી રીતે કાર્યક્રમને સંપન્ન કર્યો. આ કાર્યક્રમમાં રીમાબેન મણીયાર, જાગૃતિબેન ખીમાણી, શીતલબેન નથવાણી, દિવ્યાબેન સાયાણી, ડોલીબેન નથવાણી, ઈલાબેન પંચમતીયા, શોભનાબેન બાટવીયા વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

આ પ્રસંગે સમાજના અગ્રણી તથા ડે.કલેકટર પરિમલ પંડ્યા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ભાજપ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ, પ્રદેશ અગ્રણી અંજલીબેન રૂપાણી, મેયરશ્રી બીનાબેન આચાર્ય, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, મહામંત્રી દેવાંગભાઈ માંકડ, મંત્રીશ્રી વિક્રમ પુજારા, ચેરમેનશ્રી મનીષભાઈ રાડીયા, ડાયરેકટરશ્રી દિનેશભાઈ કારીયા, પ્રદિપભાઈ નિર્મળ, કાર્યાલય મંત્રી અનિલભાઈ પારેખ, રઘુવંશી અગ્રણીશ્રી અનંતભાઈ ચા વાળા, જગદીશભાઈ કોટેચા, દાણાપીઠ એસોસીએશનના પ્રમુખ બીપીન કેશરીયા, જતિનભાઈ બગડાઈ, કાશ્મીરાબેન નથવાણી, રંજનબેન પોપટ, રીટાબેન જોબનપુત્રા, ઈન્દુબેન શીંગાળા, પૂર્વ ડે.મેયર જસુમતિબેન વસાણી, ડો.પરાગભાઈ દેવાણી, વિજયભાઈ કારીયા, ઉમેશભાઈ, પ્રકાશભાઈ સોમૈયા, અશ્વિનભાઈ બગડાઈ, અનિલભાઈ વણઝારા, રાકેશભાઈ પોપટ, અશોકભાઈ ચંદારાણા, કીરીટભાઈ કેશરીયા, આર.એમ.સી.ડે.કમિશ્નરશ્રી નંદાણી, પૂર્વ મામલતદાર ભરતભાઈ રૂપારેલીયા, ભરતભાઈ કોટક, માર્કેટ યાર્ડના અગ્રણી વેપારી નરેન્દ્રભાઈ પોપટ, જલારામ હોસ્પિટલના ચેરમેન કેતનભાઈ પાવાગઢી તથા સંકિર્તન મંદિરના અગ્રણી હરૂભાઈ નથવાણી, રાજુભાઈ દાવડા, જયેશભાઈ અનડકટ ઉપસ્થિત રહ્યાં હતા. રસોઈ બનાવવાની વ્યવસ્થા કીરીટભાઈ પાંધી તથા ગીતાબેનની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી.

(3:15 pm IST)
  • સુરત:અડાજણ વિસ્તારમાં મનપા એસઆઈ પર હુમલો:કચરો નાખનાર મહિલાને કહેવા જતા મામલો બીચક્યો:મહિલાનો પુત્ર સળિયો લઈ એસઆઈને મારવા પહોંચ્યો:એસઆઈ પર હુમલો કરતા થયો બખેડો:મામલો અડાજણ પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાઇ:પોલીસે હુમલાખોરની ધરપકડ કરી access_time 2:57 pm IST

  • બનાસકાંઠા : ડીસાના વિઠોદર ગામના દલિતોને વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં મંદિરમાં પ્રવેશ અપાયો:થોડા દિવસ અગાઉ આગમાતાના મંદિરમાં દલિતોને પ્રવેશ ન આપવાની બાબતે નોંધાઈ હતી ફરિયાદ : ડીસા મામલતદારની આગેવાનીમાં ગામના તમામ કોમના લોકોએ સાથે મળી દલિતોને કરાવ્યો મંદિર પ્રવેશ access_time 3:02 pm IST

  • વાવાઝોડું ગાજા આજે તામિલનાડુના કાંઠે ખાબકી રહ્યું હોવાનું હવામાનખાતાએ કહ્યું છે access_time 12:40 am IST